મુખ્ય સમાચાર
News of Sunday, 16th May 2021

રસીના બે ડોઝ વચ્ચેનો સમયગાળો વધારતા કોવિશિલ્ડ રસી અંગે મોટી જાહેરાત : એપોઇન્ટમેન્ટ બુક કરાવી લેવાની તાકીદ

બીજા ડોઝ માટે બુક કરાવી લીધી છે, તેમની એપોઇન્ટમેન્ટ રદ્દ કરવામાં આવશે નહીં

નવી દિલ્હી : કોરોના વેકસીન કોવિશિલ્ડના બે ડોઝ વચ્ચેનો અંતર વધારી દેવામાં આવ્યો છે, તેનાથી સંબંધિત ફેરફારો હવે કોવિન પોર્ટલ પર પણ જોવા મળશે. તે ઉપરાંત બીજો એક નિર્ણય એ લેવામાં આવ્યો છે કે જેમણે પહેલેથી જ કોવિશિલ્ડના બીજા ડોઝ માટે એપોઇન્ટમેન્ટ બુક કરાવી લીધી છે, તેમની એપોઇન્ટમેન્ટ રદ્દ કરવામાં આવશે નહીં. હવે લોકોને સલાહ આપવામાં આવી છે કે કોવિશિલ્ડ કોરોના રસી માટે જેમણે રસીનો બીજો ડોઝ લેવાની જરૂરત હોય તેણે નવા ફરક પ્રમાણે એપોઇન્ટમેન્ટ બુક કરાવી લેવી.

કોવિશિલ્ડનાં બે ડોઝ વચ્ચેનું અંતર પહેલા 6-8 સપ્તાહનું હતું. ભારતમાં હવે તે વધારીને 12-16 સપ્તાહનું કરી દેવામાં આવ્યું છે, કોવિડ વર્કીંગ ગ્રુપે તેની ભલામણ કરી હતી.

કોવિડ સાઇટ પર હવે લખેલું છે કે કૌવૈક્સિનનો બીજો ડોઝ પહેલા ડોઝનાં 28થી 42 દિવસ બાદ પણ લઇ શકાય છે, ત્યાં જ કોવિશીલ્ડનાં પહેલા અને બીજા ડોઝમાં 84થી 112 દિવસનું અંતર હોવું જોઇએ, તે ઉપરાંત હવે રશિયાની કોરોના રસી અગે પણ જણાવવામાં આવ્યું છે કે કેમ કે ડો. રેડ્ડીએ પણ તેનું રસીકરણ શરૂ કરી દીધું છે, તેના બંને ડોઝ વચ્ચે 21 થી 90 દિવસનું અંતર રાખી શકાય છે.

દેશમાં કોરોનાની રસીની અછત વચ્ચે સીરમ ઇન્સ્ટીટ્યુટ ઓફ ઇન્ડિયાનાં વડા અદાર પુનાવાલાએ શનિવારે કહ્યું કે વેક્સિનની માંગને પુરી કરવા માટે ઉત્પાદનમાં તેજી લાવવાની કોશિશ થઇ રહ્યા છે, ભારત બાયોટેક અને સીરમ ઇન્સ્ટીટ્યુટ દેશની બે અગ્રણી વેક્સિન ઉત્પાદક કંપનીઓ છે. બંનેએ અત્યાર સૂધીમાં મોટા પ્રમાણમાં કોરોના વેક્સિનનો પુરવઠો પુરો પાડ્યો છે, અને તે પ્રક્રિયા સતત ચાલું જ છે.

(11:35 pm IST)