મુખ્ય સમાચાર
News of Sunday, 16th May 2021

ભારત બાયોટેકની કોવેક્સિન નવા કોરોના વેરિએન્ટ પર પણ અસરકારક હોવાનો દાવો

ભારત અને યુકે જેવા વેરિએન્ટ B.1.617 અને B.1.617 સામે પણ આપે છે રક્ષણ

નવી દિલ્હી : કોરોના મહામારીની બીજી લહેરમાં વાયરસના નવા વેરિએન્ટ્સ ચિંતાનો વિષય બન્યા છે. આ વચ્ચે ભારત બાયોટેકની તરફથી કહેવામાં આવ્યું છે કે તેમની કોવેક્સીન દરેક નવા કોરોના વેરિએન્ટ પર અસરકારક છે. તેમાં ભારત, યૂકે વગેરેમાં જોવા મળતા નવા વેરિએન્ટ્સનો પણ સમાવેશ થાય છે.  તેમાં B.1.617 અને B.1.617 કોરોના વેરિએન્ટ્સ પણ શામેલ છે જે ભારચ અને યુનાઈટેડ કિંગડમમાં જોવા મળ્યા છે. વેક્સીન વિશે આ વાત રવિવારે ભારત બાયોટેકે જ કહી છે. ભારત બાયોટેકની તરફથી જણાવવામાં આવ્યું છે કે વેક્સીનના ઉપયોગ પર B.1.17 જે યુકેમાં પહેલા મળ્યો હતો અને વેક્સીન સ્ટ્રેન (D614G)ના ન્યૂટ્રિલાઈઝેશનમાં કોઈ બદલાવ નથી જોવા મળ્યો. 

ભારત બાયોટેકે નેશનલ ઈંસ્ટિટ્યૂટ ઓફ વિરોલોજી-ઈન્ડિયા કાઉંસિલ ઓફ મેડિકલ રિસર્ચની સાથે મળીને આ સ્ટડી કરી છે. કોવેક્સીન એ ત્રણ વેક્સિનમાંથી એક છે. જેને ભારતમાં ઉપયોગની મંજૂરી મળી છે. આ ઉપરાંત સિરમ ઈંસ્ટિટ્યૂટની કોવિશીલ્ડ અને રશિયાની સ્પૂતનિક કોરોના વેક્સીનનો ભારતમાં ઉપયોગ થઈ રહ્યો છે. દેશમાં અત્યાર સુધી 18 કરોડથી વધુ કોરોના વેક્સીન લગાવવામાં આવી છે. દેશમાં 1 મેથી 18 વર્ષથી 44 વર્ષ સુધીના લોકોનું વેક્સિનેશન શરૂ થઈ ગયું છે

(7:01 pm IST)