મુખ્ય સમાચાર
News of Sunday, 16th May 2021

વડાપ્રધાન મોદીએ ચાર રાજ્યોના મુખ્યમંત્રીને કર્યો ફોન : રાજસ્થાન અને છત્તીસગઢના કોંગી મુખ્યમંત્રી કામથી ખુશ

પ્રધાનમંત્રી મોદીએ રવિવારે રાજસ્થાન, છત્તીસગઢ, યુપી અને પુડુચેરીના મુખ્યમંત્રીઓ સાથે વાતચીત કરી

નવી દિલ્હી : પ્રધાનમંત્રી મોદીએ રવિવારે રાજસ્થાન, છત્તીસગઢ, યુપી અને પુડુચેરીના મુખ્યમંત્રીઓ સાથે વાતચીત કરીને તેમની પાસેથી કોરોનાની સ્થિતિની જાણકારી મેળવી. હતી 

પ્રધાનમંત્રી કાર્યાલયના જણાવ્યાનુસાર, પીએમ મોદીએ રવિવારે રાજસ્થાનના સીએમ અશોક ગેહલોત, છત્તીસગઢના સીએમ ભુપેશ બઘેલ, યુપીના સીએમ યોગી આદિત્યનાથ તથા પુડુચેરીના મુખ્યમંત્રી સાથે વાતચીત કરી હતી.

પ્રધાનમંત્રીએ આ ચાર રાજ્યોના મુખ્યમંત્રીઓ પાસેથી કોરોનાની સ્થિતિની સમિક્ષા કરી હતી. સૂત્રોના જણાવ્યાનુસાર, પીએમ મોદીએ રાજસ્થાન અને છત્તીસગઢના મુખ્યમંત્રીઓએ કરેલા કામના વખાણ પણ કર્યાં હતા. 

  અત્રે ઉલ્લેખનીય છે કે રાજસ્થાનની કોંગ્રેસની અશોક ગેહલોત સરકાર અને છત્તીસગઢની બઘેલ સરકાર રાજ્યમાં કોરોનાના નાથવા ઘણું સારુ કામ કર્યું છે. પ્રધાનમંત્રીએ આ વાતની નોંધ લીધી અને બન્ને મુખ્યમંત્રીઓના વખાણ કર્યાં હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. 

કોરોના વાયરસની વચ્ચે દેશમાં અલગ અલગ ભાગોમાં પ્રતિબંધોની અસર જોવા મળી રહી છે. ભારતમાં પાછલા થોડા દિવસોથી કોરોના સંક્રમણના નવા કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. આ વચ્ચે કેન્દ્ર સરકારે રવિવારે ગ્રામીણ ક્ષેત્રોમાં કોરોના વાયરસના વધતા કેસને ધ્યાનમાં રાખી નવી ગાઈડલાઈન જાહેર કરી છે. સરકારે જમાવ્યું કે હવે ધીરે-ધીરે પેરી-અર્બન, ગ્રામીણ અને આદિવાસી ક્ષેત્રોમાં પણ કોરોના ફેલાઈ રહ્યો છે. 

(6:06 pm IST)