મુખ્ય સમાચાર
News of Sunday, 16th May 2021

રશિયા ના ચેર્નોબિલ પરમાણુ પ્લાન્ટ માં ભયાનક વિસ્ફોટ નો ખતરો રેડિયેશન લીક થવાની દહેશત થી ફફડાટ

રશિયા માં1986ની ચેર્નોબિલ પરમાણુ દુર્ઘટનામાં હજારો લોકોનાં મોત થયા બાદ સમગ્ર યુરોપ ઉપર રેડિયોએક્ટિવ વાદળો છવાયા હોવાની ઘટના નું ફરથી પુનરાવર્તન થવા જઈ રહ્યુ છે અને ફરીથી આજ પ્લાન્ટ માં પરમાણુ વિસ્ફોટ થાય તેવી સ્થિતિ ઉભી થઇ છે.

રશિયામાં ફરી ભયાનક પરમાણુ વિસ્ફોટ થશે તો મોટાપાયે નુકશાન ની આશંકા ને પગલે તંત્ર એલર્ટ થઈ ગયું છે.

ચેર્નોબિલ પરમાણુ પ્લાન્ટના બેઝમેન્ટમાં રાખેલું પરમાણુ ઈંધણ સતત ભભૂકી રહ્યું છે. એ કોઈ પણ દિવસે ભયાનક વિસ્ફોટ કરી શકે છે. આ પરમાણુ પ્લાન્ટમાં એટમીક ફ્યુલ ફરીથી રિએક્ટ કરી રહ્યું છે. તેને રોકવાનો કોઈ રસ્તો એક્સપર્ટ્સ ને મળી નથી રહ્યો.

રશિયાના યુક્રેનમાં સ્થિત ચેર્નોબિલ ન્યુક્લિયર પ્લાન્ટના બેઝમેન્ટમાં આ સ્થિતિ સર્જાઈ છે. ચેર્નોબિલ પરમાણુ પ્લાન્ટના બેઝમેન્ટમાં આવેલા રૂમ નંબર 305/2માં પહોંચવું મુશ્કેલ છે. અહીં પર ટનબંધ પરમાણુ ઈંધણ રાખેલું છે. કેટલાક સંશોધકો હિંમત કરીને તેની બહા સુધી પહોંચ્યા હતા, ત્યાં તેમને ન્યુટ્રોન્સની માત્રામાં વધારો થયેલો જોવા મળ્યો હતો.

ઉલ્લેખનીય છે કે 1986ની ચેર્નોબિલ પરમાણુ દુર્ઘટનામાં હજારો લોકોનાં મોત થયા હતા. સમગ્ર યુરોપ ઉપર રેડિયોએક્ટિવ વાદળો છવાયા હતા.

યુક્રેનની રાજધાની કિવમાં સ્થિત ઈન્સ્ટીટ્યુટ ફોર સેફ્ટી પ્રોબ્લેમ્સ ઓફ ન્યુક્લિયર પાવર પ્લાન્ટ્સના સિનિયર રિસર્ચર મેક્સિમ સેવલીવે કહ્યું કે જો પરમાણુ ઈંધણ ફરી સળગે તો આ પ્લાન્ટની અંદર રહેલા 4 રિએક્ટર સમગ્ર ઈમારતને ધ્વસ્ત કરી દેશે. કેમકે ઈંધણમાંથી નીકળનારી અપ્રતિમ ઊર્જા તેને મજબૂતી બંધ રાખનારી સ્ટીલ અને કોંક્રિટની દિવાલને પીગળાવી દેશે. તેમણે કહ્યું હતું કે જો ચેર્નોબિલ પ્લાન્ટમાં નિયંત્રિત વિસ્ફોટ પણ કરવામાં આવે તો પણ ત્યાં પરમાણુ કચરો સાફ કરવામાં અને તેનાથી બચવામાં વર્ષો વીતી જશે. આમ ફરી એકવાર મોટી દુર્ઘટના નો ખતરો મંડરાઈ રહ્યો છે.

(12:40 pm IST)