મુખ્ય સમાચાર
News of Sunday, 16th May 2021

દેશમાં કોરોના ધીમો પડ્યો : નવા કેસ કરતા સ્વસ્થ થનાર વધુ : છેલ્લાં 24 કલાકમાં 3.07 લાખથી વધુ કેસ: એક્ટિવ કેસમાં સતત પાંચમા દિવસે ઘટ્યા : વધુ 3,55 લાખથી વધુ દર્દીઓ રિકવર થયા :વધુ 4010 લોકોના મોત : મૃત્યઆંક 2,70 લાખને પાર

સૌથી વધુ કર્ણાટકમાં 41,664 કેસ,મહારાષ્ટ્રમાં 34,848 કેસ, તામિલનાડુમાં 33,658 કેસ, કેરળમાં 32,680 કેસ, આંધ્રપ્રદેશમાં 22,517 કેસ, પશ્ચિમ બંગાળમાં 19,511 કેસ ,ઉત્તર પ્રદેશમાં 12,513 કેસ, રાજસ્થાનમાં 13,565 કેસ, ઓરિસ્સામાં 11,805 કેસ નોંધાયા

નવી દિલ્હી : દેશમાં કોરોનાની બીજી લહેર બેકાબૂ બની છે. દરરોજ 3.50 લાખથી વધુ નવા સંક્રમણનાં કેસ સામે આવી રહ્યા છે. છેલ્લા ચાર દિવસથી કોરોનાનાં કેસોમાં થોડો ઘટાડો થયો હોવા છતાં, મૃત્યુઆંક સતત વધી રહ્યો હતો પણ હવે તેમાં પણ ઘટાડો થઇ રહયો છે 

દેશમાં કોરોનાનાં 3.37 લાખ વધુ કેસ નોંધાયા છે. જ્યારે રિકવર થયેલા કેસ પણ 3.07,423 લાખ નોંધાયા છે. જે બાદ હવે દેશમાં 2 કરોડથી વધુ દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. દેશમાં હવે ધીમે ધીમે કોરોનાનાં કેસમાં ઘટાડો નોંધાઇ રહ્યો છે. દેશનાં મુખ્ય ત્રણ રાજ્યો કે જ્યાથી કોરોનાનાં કેસ સૌથી વધુ સામે આવી રહ્યા હતા. જ્યા સરકારનાં કડક વલણ બાદ હવે કોરોનાનાં નવા કેસમાં ઘટાડો નોંધાયો છે. જેની અસર હવે દેશમાં આવતા દૈનિક કેસનાં આંકડામાં જોવા મળે છે.

 દેશમાં આજે છેલ્લા 24 કલાકમાં 3,07,423 નવા કેસ નોંધાયા છે સાથે છેલ્લા 24 કલાકમાં 4010 લોકોના મોત નિપજ્યા છે દેશમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 2.70,254 થયો છે છેલ્લા 24 કલાકમાં નવા 3,07,423 નવા કેસ નોંધાતા  કુલ કેસની સંખ્યા 2,46,79,908 થઇ છે  એક્ટિવ  સંખ્યા પણ 36,17,185એ  પહોંચી છે છેલ્લા 24 કલાકમાં 3,55,605 દર્દીઓ રિકવર  કરાયા છે આ સાથે કુલ  2,07,82,276 લોકોએ કોરોનાને મહાત આપી છે
દેશમાં સૌથી વધુ સૌથી વધુ કર્ણાટકમાં 41,664 કેસ,મહારાષ્ટ્રમાં 34,848 કેસ, તામિલનાડુમાં 33,658 કેસ, કેરળમાં 32,680 કેસ, આંધ્રપ્રદેશમાં 22,517 કેસ, પશ્ચિમ બંગાળમાં 19,511 કેસ ,ઉત્તર પ્રદેશમાં 12,513 કેસ, રાજસ્થાનમાં 13,565 કેસ, ઓરિસ્સામાં 11,805 કેસ નોંધાયા છે

(1:02 am IST)