મુખ્ય સમાચાર
News of Sunday, 16th May 2021

પશ્ચિમ બંગાળમાં કોરોનાનો કહેર :એક દિવસમાં સૌથી વધુ 144 લોકોના મોત:19.511 નવા કેસ

છેલ્લા 24 કલાકમાં 19,211લોકો કોરોનામાંથી સ્વસ્થ થયા

પશ્ચિમ બંગાળમાં ચૂંટણી બાદ કોરોના કેસમાં સતત મોટો વધારો જોવા મળી રહ્યોછે. શનિવારે એક જ દિવસમાં સૌથી વધુ 144 કોવિડ -19 દર્દીઓનાં મોત થયાં છે. ત્યારબાદ મૃતકોની સંખ્યા વધીને 13,137 થઈ ગઈ. આરોગ્ય વિભાગના જણાવાય અનુસાર આજે 19 હજાર 511 નવા કેસ નોંધાયા છે. નવા કેસો સાથે, ચેપગ્રસ્ત લોકોની કુલ સંખ્યા 11,14,313 પર પહોંચી ગઈ છે.

રાજ્યમાં સારવાર લેતા દર્દીઓની કુલ સંખ્યા વધીને 1,31,948 થઈ છે. છેલ્લા 24 કલાક દરમિયાન, ઓછામાં ઓછા  19,211 લોકો આ ચેપમાંથી સ્વસ્થ થયા છે. શુક્રવારથી રાજ્યમાં, 66,563 નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું છે

(12:39 am IST)