મુખ્ય સમાચાર
News of Sunday, 16th May 2021

હવે વેસ્ટ બૅન્કમાં ઇઝરાયલી સૈન્ય અને પેલેસ્ટાઇનવાસીઓ વચ્ચેની હિંસક અથડામણ : 10 લોકોના મોત: અનેક ઘાયલ

ઇઝરાયલી દળોએ ટીયરગૅસ અને રબ્બર બુલેટ ફાયર કર્યા ; ગોળીબાર પણ કર્યો

ઇઝરાયલી સૈન્ય અને પેલેસ્ટાઇનિયન ચરમપંથીઓ વચ્ચે સતત પાંચમા દિવસે પણ સંઘર્ષ ચાલુ છે. આ દરમિયાન ગાઝા બાદ હવે વેસ્ટ બૅન્કમાં પણ ઇઝરાયલી સૈન્ય અને પેલેસ્ટાઇનવાસીઓ વચ્ચેની હિંસક અથડામણ થઈ છે.

વેસ્ટ બૅન્કની હિંસામાં ઓછામાં ઓછા 10 પેલેસ્ટાઇનવાસીઓનાં મૃત્યુ થયાં છે, જ્યારે કેટલાયને ઈજા પહોંચી છે.

ઇઝરાયલી દળોએ અહીં ટીયરગૅસ અને રબ્બર બુલેટ ફાયર કર્યા છે તથા ગોળીબાર પણ કર્યો છે. બીજી બાજુ, પેલેસ્ટાઇનવાસીઓ દ્વારા પેટ્રોલબૉમ્બ ફેંકવામાં આવ્યા છે.

વેસ્ટ બૅન્કમાં તાજેતરનાં વર્ષો દરમિયાન થયેલી આ સૌથી ભયાનક હિંસા છે. અત્યાર સુધી ગાઝામાં 126 લોકોનાં મૃત્યુ થયાં છે, જ્યારે ઇઝરાયલમાં અત્યાર સુધી 8 લોકો મૃત્યુ પામ્યા છે.

(12:00 am IST)