મુખ્ય સમાચાર
News of Thursday, 16th May 2019

રાહુલ ગાંધીનું જુઠ્ઠાણું ઝડપાયું : 'મોદીલાઇ' શબ્દની એન્ટ્રીવાળી તસ્વીર નકલી: ઓક્સફોર્ડ ડિક્શનરીઝે ટ્વીટ કરી ખુલાસો કર્યો.

જોકે રાહુલનો દાવો ઓક્સફર્ડ ડિક્શનરીનાં હવાલાથી નહોતો.: લોગો એક્સફોર્ડ ડિક્શનરી સાથે મળતો આવે છે

નવી દિલ્હી :ઓક્સફોર્ડ ડિક્શનરીઝે રાહુલ ગાંધીના દાવાઓને નકારી દીધા છે, કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ બુધવારે દાવો કર્યો હતો કે ડિક્શનરીમાં એક નવો શબ્દ જોડાઇ ચુક્યો છે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ દાવો કર્યો હતો કે, ડિક્શનરીમાં એક નવો શબ્દ મોદીલાઇ જોડાઇ ગયો છે સમગ્ર વિશ્વમાં લોકપ્રિય થઇ ચુક્યો છે

  . ઓક્સફોર્ડ ડિક્શનઝ દ્વારા દાવાને નકારતા ટ્વીટ કરવામાં આવ્યું કે મોદીલાઇ નામનો કોઇ શબ્દ નથી. ઓક્સફોર્ડ ડિક્શનરીઝે પોતાનાં ટ્વીટમાં કહ્યું કે, અમે તથ્યથી પૃષ્ટી કરીએ છીએ કે 'મોદીલાઇ' શબ્દની એન્ટ્રી દેખાડનારી તસ્વીર નકલી છે અને અમારી ઓક્સફોર્ડ ડિક્શનરીમાં પ્રકારનો કોઇ પણ શબ્દ ઉપલબ્ધ નથી

  અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ રાહુલ ગાંધીએ બુધવારે ટ્વીટ કરીને કહ્યું કે, વિશ્વમાં નવો શબ્દ 'મોદીલાઇ' લોકપ્રિય થયો છે. હવે તો એક વેબસાઇટ પર તે અંગે સારી રીતે માહિતી અપાઇ છે. કોંગ્રેસ અધ્યક્ષે બુધવારે શબ્દનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે, અંગ્રેજી શબ્દકોશમાં નવો શબ્દ જોડાઇ ચુક્યો છે. તેનો એક સ્નેપશોટમાં તેના અનેક અર્થ પણ દર્શાવાયા હતા. જો કે જો ધ્યાનથી તેને જોવામાં આવે તો તેનો દાવો ઓક્સફર્ડ ડિક્શનરીનાં હવાલાથી નહોતો

  જે તસ્વીર રાહુલ ગાંધી દ્વારા શેર કરવામાં આવી, તેનો લોગો એક્સફોર્ડ ડિક્શનરી સાથે મળતો આવે છે પરંતુ ઓક્સફોર્ડ ડિક્શનરીનો નથી. જો કે હજી સુધી તે સ્પષ્ટ નથી થઇ શક્યું કે, તેની આઇટી સેલે ટ્વીટને એક મજાક તરીકે શેર કર્યું અથવા તેનો અર્થ કંઇક બીજો હતો.

કારણ કે જેવી રીતે પહેલું ટ્વીટ કર્યું, તેને થોડી મિનિટોમાં હટાવી દેવામાં આવ્યું, ત્યાર બાદ લોકોને થોડું કરીને બીજુ ટ્વીટ કર્યું. બીજા ટ્વીટમાં લોકોએ માત્ર ઇંગ્લિશ ડિક્શનરી લખ્યું છે, જ્યારે તેનો લુક, ફીલ અને રંગ બિલ્કુલ એવો છે. બીજા ટ્વીટમાં ઓક્સફોર્ડ શબ્દ નથી લખ્યો.

(5:27 pm IST)