News of Thursday, 16th May 2019
TMCના ગઢ ડાયમંડ હાર્બરમાંથી ચૂંટણીપંચે બે અધિકારીઓને હટાવ્યા : મમતાના ભત્રીજા અભિષેક બેનર્જી લડી રહ્યા છે ચૂંટણી
પશ્ચિમ બંગાળમાં ચૂંટણીપંચ એક્શન મોડમાં : મિથુન કુમાર ડે અને કૌશિક દાસને તત્કાલિક અસરથી ફરજ પરથી હટાવ્યા
કોલકતા :દેશમાં હવે છેલ્લા તબક્કાનું મતદાન યોજાવાનું છે. ત્યારે પશ્ચિમ બંગાળમાં ચૂંટણીપંચ એક્શનમાં છે. રાજ્યમાં સાતમા તબક્કાના મતદાન પહેલા ડાયમંડ હાર્બરથી બે અધિકારીઓને ચૂંટણી ફરજ પરથી હટાવી દીધાં છે. ચૂંટણીપંચે મિથુન કુમાર ડે અને કૌશિક દાસને તત્કાલિક અસરથી ચૂંટણી ફરજ પરથી હટાવ્યા છે
TMCનો ગઢ માનવામાં આવે છે. જેમાં ડાયમંડ હાર્બર બેઠક ખૂબ મહત્વની ગણવામાં આવી રહી છે. જેમાં મુખ્યમંત્રી મમતા બેનર્જીના ભત્રીજા અભિષેક બેનર્જી ચૂંટણી મેદાનમાં છે. ત્યારે આ બેઠકને લઈ ચૂંટણી પંચ એકશનમાં છે. આ પહેલા ચૂંટણીપંચે કાર્યવાહી કરતા બંગાળમાં ચૂંટણીપ્રચારના સમયમાં 24 કલાકનો કાપ મુક્યો હતો.
(12:00 am IST)