મુખ્ય સમાચાર
News of Thursday, 16th May 2019

એટલાન્ટિક મહાસાગર ઉપર એકલી ઉડ્ડાન કરનારી પ્રથમ મહિલા પાયલોટ બની ભારતની આરોહી

મુંબઇની ર૩ વર્ષીય આરોહી પંડિત એટલાંટિક મહાસાગર ઉપર લાઇટ સ્પોર્ટ એરક્રાફટમાં એકલી ઉડ્ડાન કરનારી દુનિયાની પ્રથમ પાયલોટ બની ગઇ છે. આ માટે એમણે સ્કોટલેન્ડ અને કેનેડાની વચ્ચે વિષમ પરિસ્થિતિમાં લગભગ ૩૦૦૦ કિલોમીટરની દૂરી પાર કરી આરોહીએ પૃથ્વી પર બીજી સૌથી મોટી આઇસશીટ ગ્રીનલેન્ડની ઉપર ઉડ્ડાન ભરવાનો પણ વિશ્વ રેકોર્ડ  બનાવ્યો.

(10:55 pm IST)