મુખ્ય સમાચાર
News of Thursday, 16th May 2019

મોદી ફરી પીએમ નહીં બન્યા તો આત્મહત્યા કરી લઇશ: પીએમના ચાહક ભોલાસિંહે અન્નજળનો પણ ત્યાગ કર્યો

ભોલા સિંહના આ સંકલ્પથી પરિજનો પરેશાન:સમજવાની કોશિશ નિષ્ફળ : 23 એપ્રિલથી મૌનવ્રત ધારણ કર્યું

 

લોકસભા ચૂંટણીના છેલ્લા તબક્કાનું મતદાન 19 મેં ના રોજ થવાનું છે. લોકસભા ચૂંટણીનું પરિણામ 23 મેં દરમિયાન આવશે, જેની બધા રાહ જોઈ રહ્યા છે આખરે દેશમાં કોની સરકાર બનશે. પીએમ પદ માટે પણ આતુરતા છે કે પીએમ મોદીના ફેન પણ ચૂંટણી પરિણામની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. યુપીના ફિરોઝાબાદમાં એક આવો ફેન છે, જેને મોટો સંકલ્પ લીધો છે.

ફિરોઝાબાદના હિમાયુંપુર ગામના ભોલા સિંહએ ત્રીજા તબક્કાના મતદાન પછીથી મૌનવ્રત ધારણ કરી લીધું છે. તેને અંગે લોકોએ જયારે જાણવાની ઈચ્છા વ્યકત કરી કે તેઓ આવું કેમ કરી રહ્યા છે, ત્યારે તેમના પરિવાર ઘ્વારા જણાવવામાં આવ્યું કે નરેન્દ્ર મોદીના પીએમ બનતા સુધી તેઓ મૌન રહેશે. ભોલા સિંહ ઘ્વારા જણાવવામાં આવ્યું કે મોદી ફરી પીએન નહીં બન્યા, તો તેઓ આત્મહત્યા કરી લેશે.

ભોલા સિંહની અજીબ શરતની ગામમાં ઘણી ચર્ચા થઇ રહી છે. કોઈ તેને પાગલપન કહી રહ્યું છે, તો કોઈ તેને પીએમ મોદી પ્રત્યે તેની દિવાનગી કહી રહ્યું છે. જયારે પરિજનો ઘ્વારા જણાવવામાં આવ્યું છે કે ભોલા સિંહએ ખાવાનું પણ છોડી દીધું છે. તે ફક્ત દૂધ અને પાણી પી રહ્યો છે. યુવકનો સંકલ્પ છે કે મોદી ફરી પીએમ નહીં બન્યા, તો આત્મહત્યા કરી લેશે. આપને જણાવી દઈએ એક 23 એપ્રિલે ફિરોઝાબાદમાં ત્રીજા તબક્કાનું મતદાન થયું હતું.

ભોલા સિંહના સંકલ્પથી પરિજનો પરેશાન થઇ ગયા છે. તેઓ ભોલા સિંહને સમજાવવાની કોશિશ કરી રહ્યા છે પરંતુ તે પોતાની વાત પર કાયમ છે. ભોલા સિંહને મનાવવાની દરેક કોશિશ નિષ્ફળ રહી છે. ગામના લોકોને જયારે તેના સંકલ્પ વિશે જાણકરી મળી ત્યારથી તેને જોવા માટે લોકોની ભીડ જામી છે

(10:01 pm IST)