મુખ્ય સમાચાર
News of Thursday, 16th May 2019

ગોડસે પર સાધ્વી પ્રજ્ઞા ઠાકુરના નિવેદનથી ભાજપ હેરાન

જાહેરમાં માફી માંગવા સૂચના બાદ પ્રજ્ઞા ઠાકુર ઝુંક્યા : નાથુરામ ગોડસે દેશભક્ત હતા તેમજ રહેશે તેવા સાધ્વી પ્રજ્ઞા ઠાકુરના નિવેદનની ભાજપ દ્વારા પણ નિંદા કરવામાં આવી

નવી દિલ્હી, તા. ૧૬ : ભોપાલ સીટ પરથી ભાજપના ઉમેદવાર સાધ્વી પ્રજ્ઞા ઠાકુરના ગોડસેના સંદર્ભમાં કરવામાં આવેલા નિવેદનથી ભાજપને મુશ્કેલી થઇ છે. હોબાળો થયા બાદ ભારતીય જનતા પાર્ટીએ આ નિવેદનથી પોતાને અલગ કરીને બચાવ કરવાનો પ્રયાસ કર્યો છે. ભાજપના જીવીએલ નરસિંહા રાવે કહ્યું છે કે, પાર્ટી સાધ્વી પ્રજ્ઞાના નિવેદન સાથે સહમત નથી. અમે આ નિવેદનને ટિકા કરીએ છીએ. રાવે કહ્યું છે કે, પાર્ટી સાધ્વી પ્રજ્ઞાને આ સંદર્ભમાં સ્પષ્ટ કરવા માટે સૂચના આપશે. સાધ્વી પ્રજ્ઞાએ એક પ્રશ્નના જવાબમાં કહ્યું હતું કે, નાથુરામ ગોડસે દેશભક્ત હતા અને દેશભક્ત રહેશે. ભાજપના જીવીએલ નરસિંહાએ કહ્યું હતું કે, સાધ્વીને પોતાના નિવેદન બદલ જાહેરમાં માફી માંગવી જોઇએ. સાધ્વીનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે દક્ષિણ ભારતના ફિલ્મ સ્ટાર કમલ હાસન પણ ગોડસેને પ્રથમ હિન્દુ આતંકવાદી કહીને મુશ્કેલી અનુભવી રહ્યા છે. કમલ હાસન પાસેથી પણ સ્પષ્ટીકરણની માંગ કરવામાં આવી છે. સાધ્વીએ કહ્યું હતું કે, નાથુરામ ગોડસે દેશભક્ત હતા અને દેશભક્ત રહેશે. નાથુરામને હિન્દુ આતંકવાદી ગણાવનાર લોકોને પહેલા પોતાની તરફ જોવાની જરૂર છે. આ વખતની ચૂંટણીમાં આ પ્રકારના લોકોને જવાબ આપવામાં આવશે. અભિનેતા કમલ હાસને હિન્દુ આતંકવાદને લઇને વિવાદાસ્પદ નિવેદન કર્યું હતું. તમિળનાડુમાં ચૂંટણી પ્રચાર કરતા કમલ હાસને કહ્યું છે કે, સ્વતંત્ર ભારતના પ્રથમ આતંકવાદી એક હિન્દુ હતા. કમલ હાસનનું કહેવું છે કે, સ્વતંત્ર ભારતના પ્રથમ આતંકવાદી નાથુરામ ગોડસે હતા. અનેક મુસ્લિમો આ સભામાં હાજર છે તે માટે તેઓ આ વાત કરી રહહ્યા નથી પરંતુ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની પ્રતિમા સમક્ષ ઉપસ્થિત થઇને તેઓ આ વાત કરી રહ્યા છે. સાધ્વી પ્રજ્ઞાએ વિવાદાસ્પદ નિવેદન કરીને ભાજપની ચિંતા વધારી દીધી છે. ભાજપે પ્રજ્ઞાને જાહેરમાં માફી માંગવા સૂચના આપ્યા બાદ અંતે પ્રજ્ઞા ઠાકુરે માફી માંગીને પાર્ટીની સાથે હોવાની સ્પષ્ટ કરી.

(9:08 pm IST)