મુખ્ય સમાચાર
News of Thursday, 16th May 2019

હોમવર્ક નહીં કરતા છ વર્ષની બાળકીને છ દિવસ સુધી 168 લાફા મરાવ્યા :નિર્દયી શિક્ષકની ધરપકડ : 14 દિવસના રિમાન્ડ મંજુર

શિક્ષકે અન્ય બાળકોને આદેશ કર્યો કે તેને લાફા મારો : 14 છોકરીએ રોજ બે વખત સતત છ દિવસ સુધી લાફા માર્યા

ભોપાલ: મધ્યપ્રદેશની એક સરકારી શાળાનાં એક શિક્ષકે છઠ્ઠા ધોરણમાં ભણતી એક બાળકીને 168 વખત લાફા મારવા માટે અન્ય બાળકોને કહ્યુ હતુ. આ અંગે ફરિયાદ થતા પોલીસે આ શિક્ષકની ધરપકડ કરી હતી અને કોર્ટે આ શિક્ષકને 14 દિવસનાં રિમાન્ડ પણ આપ્યા હતા.

 

આ ઘટના મધ્યપ્રદેશનાં જાબુઆ જિલ્લાનાં થાંડલા તાલુકાની છે. આ હેવાનિયત શિક્ષકનું નામ મનોજ વર્મા (35) છે. જવાહર નવોદય વિદ્યાલયમાં ભણાવતા મનોજ વર્માએ વર્ગખડંમાં બાળકોને એવું કહ્યુ કે, છ વર્ષની એક બાળકીને 168 વખત લાફા મારવા.
ભોગ બનનાર બાળકીનાં પિતા શિવ પ્રતાત સિંઘે જણાવ્યું કે, તેમની દિકરી જાન્યુઆરી થી ઓક્ટોબર મહિના સુધી શાળા ગઇ નહોતી. કેમ કે, તેની તબીયત સારી નહોતી.
જાન્યુઆરી 11નાં રોજ જ્યારે બાળકી તેનું હોમવર્ક કર્યા વગર શાળાએ ગઇ ત્યારે વર્ગમાં ભણાવતા શિક્ષકે અન્ય બાળકોને આદેશ કર્યો કે, આ બાળકી હોમવર્ક કરીને આવી નથી તેથી તેને લાફા મારો અને એ રીતે તેને શિક્ષા કરી હતી.આ પછી 14 છોકરીએ રોજ બે વખત સતત છ દિવસ સુધી તેને લાફા માર્યા હતા.

 

(8:46 pm IST)