મુખ્ય સમાચાર
News of Thursday, 16th May 2019

સાધ્વી પ્રજ્ઞા ઠાકુરે નથુરામ ગોડસેને ગણાવ્યો દેશભક્ત :ભારે રાજકીય હોબાળા બાદ ભાજપે કહ્યું માફી માંગો

દેશભક્ત અને રાષ્ટ્રદ્રોહીના પ્રમાણપત્ર ધડાધડ ઇસ્યુ થતા રાજકીય માહોલથી લોકોમાં આશ્ચર્ય સાથે આઘાત

નવી દિલ્હીઃ ભોપાલ સીટના ભાજપના ઉમેદવાર અને માલેગાંવ બ્લાસ્ટ મામલાના આરોપી સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુરે નથુરામ ગોડસેને દેશભક્ત ગણાવ્યો છે. તેમના આ નિવેદન બાદ રાજકીય હોબાળો મચી છે ભાજપે આ મામલે કહ્યું કે, તેઓ આ નિવેદનની નિંદા કરે છે. ભાજપ ક્યારેય ગોડસેને દેશભક્ત નથી માનતું. તેમણે પોતાના આ નિવેદન બદલ માફી માંગવી જોઈએ.

 પ્રજ્ઞાના નિવેદન બાદ ભાજપ તરફથી આ મામલે સ્પષ્ટતા આપતાં પાર્ટીના પ્રવક્તા જીવીએલ નરસિમ્હા રાવે કહ્યું કે સાધ્વી પ્રજ્ઞા ઠાકુરે આપેલ 'ગોડસે દેશભક્ત હતા, છે અને રહેશે' વાળા નિવેદનથી ભાજપ સહમત નથી અને તેની નિંદા કરે છે. આ મામલે પાર્ટી તેમની પાસેથી સ્પષ્ટતા માંગશે અને તેમને સાર્વજનિક રીતે આ નિવેદન આપવા બદલ માફી માંગવા કહેશે. સાધ્વીના આ વિવાદિત નિવેદન પર અન્ય પાર્ટીઓએ ભાજપ પર સીધો હુમલો બોલી દીધો છે.

(8:46 pm IST)