મુખ્ય સમાચાર
News of Thursday, 16th May 2019

બોફોર્સ કેસ : વધુ તપાસની અરજી પાછી ખેંચી લેવાઈ

અરજી પરત ખેંચવા ઇચ્છા રજૂ

નવી દિલ્હી, તા.૧૬ : સીબીઆઈએ આજે ૬૪ કરોડ રૂપિયાના બોફોર્સ કટકી કેસમાં વધુ તપાસ માટેની પરવાનગીની માંગ કરતી અરજીને પરત ખેંચી લીધી હતી. દિલ્હી કોર્ટમાંથી અરજીને પરત ખેંચી લેવામાં આવી છે.

તપાસ સંસ્થાએ ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ નવીન કુમાર કશ્યપની કોર્ટમાં કહ્યું હતું કે, પહેલી ફેબ્રુઆરી ૨૦૧૮ના દિવસે દાખલ કરવામાં આવેલી અરજીને તે પરત ખેંચવા માટે ઇચ્છુક છે. સીબીઆઈએ ટ્રાયલ કોર્ટમાં અરજી કરીને આ મામલામાં વધુ તપાસની ઇચ્છા અગાઉ વ્યક્ત કરી હતી. સાથે સાથે એણ પણ કહ્યું હતું કે, વધુ પુરાવા સપાટી ઉપર આવી રહ્યા છે. તપાસ સંસ્થાએ એમ પણ કહ્યું હતું કે, વધુ પગલા અંગે નિર્ણય મોડેથી લેવામાં આવશે. ૪થી ડિસેમ્બર ૨૦૧૮ના દિવસે કોર્ટે કેટલાક પ્રશ્નો ઉઠાવ્યા હતા. આ મામલામાં તપાસ કરવા જરૂરી પગલાની માંગણી સીબઆઈ દ્વારા કેમ કરવામાં આવી રહી નથી તેવી રજૂઆત કરવામાં આવી હતી. રાજકીયરીતે સંવેદનશીલ ગણાતા બોફોર્સ મામલામાં વારંવાર આક્ષેપબાજી થાય છે.

 

(7:51 pm IST)