મુખ્ય સમાચાર
News of Thursday, 16th May 2019

માયાવતી, અખિલેશ યાદવ વોટરને પોતાની જાગીર સમજે છે

ઉત્તરપ્રદેશના મિરઝાપુરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રહારો : ઉત્તરપ્રદેશની પ્રજાને જાતિમાં વિભાજિત કરવાના પ્રયાસો

મિરઝાપુર, તા.૧૬ : મોદી પશ્ચિમ બંગાળની સાથે ઉત્તરપ્રદેશમાં પણ વિવિધ ભાગોમાં પ્રચારમાં વ્યસ્ત રહ્યા હતા. મિરઝાપુરમાં બસપના વડા માયાવતી, સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ, કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી ઉપર મતદારોને અંગત સંપત્તિ સમજવાનો આક્ષેપ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, લોકો પોતાની ખુરશી માટે તમામ પ્રયાસ કરી રહ્યા છે. પોતાના કાર્યકરોને પણ ભુલી ગયા છે. તેમણે કહ્યું હતુ કે, આ લોકો જાતિ વિભાજન કરીને આગળ વધવાની ઇચ્છા ધરાવે છે. અખિલેશ, માયાવતી અને કોંગ્રેસના નામદાર ઉત્તરપ્રદેશની પ્રજાને જાતિમાં વિભાજિત કરીને આગળ વધવા માટે ઇચ્છુક છે. આ લોકોને લાગે છે કે, વોટર તેમના જાગીર તરીકે છે. તેમને લાગે છે કે, પોતાની જાગીર એકબીજાને આપી દેશે. મોદીએ કહ્યું હતું કે, જેમ જેમ વિરોધીઓ દ્વારા ગાળોનો બોજ વધી રહ્યો છે તેમ તેમ પ્રજા તેમના પર વિશ્વાસ વધારી રહી છે. મહામિલાવટી લોકો ગાળો આપવામાં લાગેલા છે. મહામિલાવટી લોકો ફેંકાઈ રહ્યા છે. મહામિલાવટી લોકોએ મિરઝાપુરને નક્સલી હિંસામાં ધકેલી દેવામાં ભૂમિકા ભજવી હતી. ઉત્તરપ્રદેશમાં ખાણમાં લૂંટ ચલાવીને પોતાની પોતાની તિજોરીઓ ભરી દેવામાં આવી છે. પહેલા માયાવતી અને અખિલેશ કહી રહ્યા હતા કે ભાજપ વાળાઓન વાત શૌચાલયોથી શરૂ થાય છે અને ત્યાં જ ખતમ થઇ જાય છે પરંતુ આવી વાત એ લોકો જ કરી શકે છે જેમાના માટે માતા-પુત્રીઓની ગરિમા, સુરક્ષા અને આરોગ્યની ચિંતા નથી. તેમના માટે શૌચાલયો માતા-બહેન માટે ગરિમા સમાન છે. કાર્યકરોને રિમોટ કન્ટ્રોલ મારફતે ચલાવવાના પ્રયાસ સપા, બસપા અને કોંગ્રેસના નેતાઓ કરે છે. તેમના કાર્યકરોનું અપમાન થાય તો પણ આવું કરતા રહે છે. મોદી ઉત્તરપ્રદેશ અને બંગાળમાં પ્રચારમાં વ્યસ્ત રહ્યા છે.

(7:48 pm IST)