મુખ્ય સમાચાર
News of Thursday, 16th May 2019

લેવાલી વચ્ચે સેંસેક્સ ૨૭૯ પોઇન્ટ સુધરીને આખરે બંધ

સેંસેક્સ ૩૭૩૯૩ની સપાટી ઉપર બંધ રહ્યો : બજાજ ફાઈનાન્સ, તાતા મોટર્સ, ઇન્ફોસીસ સહિત શેરમાં જોરદાર ઉછાળો : નિફ્ટીમાં પણ છેલ્લા કલાકમાં રિકવરી

મુંબઈ, તા. ૧૬ : શેરબજારમાં આજે જોરદાર લેવાલીનો માહોલ છેલ્લા કલાકમાં જોવા મળ્યો હતો જેના લીધે શેરબજારમાં તેજીનો માહોલ જામ્યો હતો. સેંસેક્સ અને નિફ્ટી બંને કારોબારના અંતે ઉલ્લેખનીય સુધારા સાથે બંધ રહ્યા હતા. બેંચમાર્ક સેંસેક્સ ૨૭૯ પોઇન્ટ ઉછળીને ૩૩૭૯૩ની ઉંચી સપાટીએ રહ્યો હતો. બજાજ ફાઈનાન્સ, તાતા મોટર્સ, ઇન્ફોસીસ, વેદાંતા અને ઓએનજીસી સહિતના શેરમાં જોરદાર તેજી જામી હતી. ૩૦ શેર પૈકીના ૨૧ શેરમાં તેજીનો માહોલ રહ્યો હતો. આવી જ રીતે બ્રોડર નિફ્ટી ઇન્ડેક્સ ૧૦૦ પોઇન્ટ ઉછળીને ૧૧૨૫૦ની સપાટી મેળવી લેવામાં સફળ રહ્યો હતો. બ્રોડર નિફ્ટી ઇન્ડેક્સ ૧૧૨૫૭ની સપાટી પર બંધ રહ્યો હતો. આજે ૮૯૮ શેરમાં મંદી અને ૮૪૧ શેરમાં તેજી જામી હતી. સેક્ટરલ ઇન્ડેક્સની વાત કરવામાં આવે તો એકમાત્ર ઇન્ડેક્સમાં મંદી રહી હતી જેમાં નિફ્ટી મિડિયાનો સમાવેશ  થાય છે. નિફ્ટી મેટલ, નિફ્ટી રિયાલટીમાં ક્રમશઃ ઉલ્લેખનીય સુધારો રહ્યો હતો. બ્રોડર માર્કેટમાં બીએસઈ મિડકેપ અને સ્મોલકેપ ઇન્ડેક્સમાં પણ રિકવરીનો દોર રહ્યો હતો. બીએસઈ મિડકેપ ઇન્ડેક્સ ૩૭ પોઇન્ટ સુધરીને ૧૪૧૫૫ની સપાટીએ રહ્યો હતો જ્યારે સ્મોલકેપ ઇન્ડેક્સ ૩૫ પોઇન્ટ સુધરીને ૧૩૮૧૭ની ઉંચી સપાટીએ રહ્યો હતો. બજાજ ફાઈનાન્સના શેરમાં ૩.૬૪ ટકાનો ઉછાળો નોંધાયો હતો. જાન્યુઆરી-માર્ચના ત્રિમાસિક ગાળાના કમાણીના આંકડા જારી કરવામાં આવી ચુક્યા છે. લ્યુપિનના શેરમાં છ ટકાથી વધુનો ઘટાડો જોવા મળ્યો તો. આની સાથે જ ૦.૨૨ ટકા સુધીનો ઘટાડો તેના શેરમાં જોવા મળ્યો હતો. જાણકાર લોકોનું કહેવું છે કે, ત્રિમાસિક ગાળાના કમાણીના આંકડા જારી કરવામાં આવી રહ્યા છે. બીજી બાજુ અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ચીનને આપવામાં આવેલી ચેતવણીની અસર પણ જોવા મળી રહી છે. શેરબજારમાં હાલ જુદા જુદા પરિબળોની અસર જોવા મળી રહી છે. છેલ્લા નવ દિવસ દરમિયાન તીવ્ર મંદી રહ્યા બાદ સેંસેક્સમાં ફરી એકવાર હવે રિકવરી જોવા મળી રહી છે. આના ભાગરુપે જ કારોબારીઓ ફરીવાર આશાવાદી દેખાઈ રહ્યા છે. બેંચમાર્ક એસએન્ડપી સેંસેક્સમાં ઉલ્લેખનીય રિકવરી આજે નોંધાઈ હતી. રેંજ આધારિત કારોબાર દિવસ દરમિયાન રહ્યો હતો. લ્યુપિનના શેરમાં સૌથી વધુ ઘટાડો નોંધાતા ખળભળાટની સ્થિતિ જોવા મળી હતી. છ ટકાનો ઘટાડો તેમાં નોંધાયા બાદ દિવસના અંતે ૦.૨૨ ટકાની રિકવરી રહી હતી. માર્ચ ત્રિમાસિક ગાળા માટે લ્યુપિને હાલમાં જ અપેક્ષા કરતા નબળા નેટ પ્રોફિટનો આંકડો જારી કર્યો હતો જેમાં નેટ પ્રોફિટનો આંકડો ૨૯૦ કરોડ રૂપિયા દર્શાવવામાં આવ્યો છે જ્યારે જાણકાર લોકો માની રહ્યા હતા કે, આ ત્રિમાસિક ગાળામાં નેટ નફો ૪૫૫ કરોડ રૂપિયાનો રહેશે.

(7:46 pm IST)