મુખ્ય સમાચાર
News of Thursday, 16th May 2019

હિન્દી ફિલ્મોની જેમ પ વર્ષની નાના બાળાનો ઉંઘમાં ચાલતી હોય તેવો વીડિયો વાયરલઃ ૧૧મા માળથી નીચે પડી ગઇ

નવી દિલ્હી: ઉંઘમાં ચાલવાની બિમારીના વિશે તમે ઘણી વખત સાંભળ્યું હશે, હિન્દી ફિલ્મોમાં તો દેખાડવામાં પણ આવ્યું છે. પરંતુ હાલમાં સોશિયલ મીડિયા પર એક પાંચ વર્ષની નાની બાળકીનો ઊંઘમાં ચાલવાનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. વીડિયો થાઇલેન્ડનો હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. જ્યાં એક હોટલના રૂમનો દરવાજો ખોલી બાળકી બહાર નીકળી અને રેલિંગથી લટકી ગઇ હતી. 11માં માળથી નીચે પડી ગઇ હતી.

બાળકીના નીચે પડતા હોટલ સ્ટાફ સતર્ક થઇ ગયો અને તાત્કાલીક બાળકીને ઉઠાવી. તે બેભાન હતી. શ્વાંસ ચાલી રહ્યો હતો. તેને બેન્કોકની એક પ્રાઇવેટ હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી. જ્યાં જાણવા મળ્યું કે તેનો પગ તૂટી ગયા છે. હાલ તે હોસ્પિટલમાં સારવાર લઇ રહી છે. રિક્વર પણ કરી રહી છે.

બાળકીનું ઊંઘમાં ચાલવાનું અને 11માં માળથી કૂદકો લગાવ્યાનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહ્યો છે. સોશિયલ મીડિયા યૂઝર્સનું કહેવું છે કે, બાળકીએ કૂદકો માર્યો તેમાં 100 ટકા ભૂલ તેના માતા-પિતાની છે. તેમણે વાતની જાણકારી હોવા છતાં તેમણે તે બાળકીનું ધ્યાન રાખ્યું નથી.

(5:10 pm IST)