મુખ્ય સમાચાર
News of Thursday, 16th May 2019

અમેરિકા અને ચીન વચ્ચે ચાલતા વેપાર યુદ્ધ વચ્ચે આઇફોનની કિંમતમાં એપલ કંપની ૮ હજાર રૂપિયા વધારશે

નવી દિલ્હી: અમેરિકા અને ચીન વચ્ચે ચાલી રહેલા વેપાર યુદ્ધ વચ્ચે ચીન દ્વારા નવા ચાર્જથી એપ્પલના આઇફોનનો નિર્માણ ખર્ચ વધી શકે છે. ફોર્ચૂનના અનુસાર, વેડબશ વિશ્લેષક ડેન ઇવ્સે રોકાણકારોને કહ્યું કે આઇફોનની ચીન-નિર્મિત બેટરી અને અન્ય ઉપકરણો પર ચાર્જ વધતાં તેનો નિર્માણ ખર્ચ વધી જશે. જૂના પ્રોફિટ દરને મેળવવા માટે એપ્પલને તેના દરથી આઇફોનની કિંમત વધારવી પડશે. ચીન અમેરિકા ઉત્પાદનો પર 1 જૂનથી ચાર્જ વધારવા જઇ રહ્યું છે.

ઇવ્સના અનુસાર, એપ્પલની કિંમત વધુ વધી શકે છે જો ટ્રંપ વહીવટી તંત્ર ચીની વસ્તુઓ પર ટેક્સ વધારવાની યોજના પર અમલ કરે છે. જો આમ થાય છે તો આઇફોનના પ્રત્યેક ઉત્પાદનની કિંમત 120 ડોલર સુધી વધી જશે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ઇવ્સએ અમેરિકા-ચીન વેપાર યુદ્ધને જોતાં અનુમાન લગાવવામાં આવ્યું છે.

આયુદ્ધ 10 મેના રોજ એક નવા તબક્કામાં પહોંચી ગયો. જ્યારે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપના વહિવટી તંત્રએ ચીની વસ્તુઓ પર આયાત પર 200 અરબ ડોલરના નવા ચાર્જની જાહેરાત કરી દીધી છે. તેના જવાબમાં સોમવારે અમેરિકામાં બનાવનાર અમેરિકામાં બનનાર બેટરી અને અન્ય ઉત્પાદનો પર 60 અરબ ડોલરનો ચાર્જ લગાવવાની જાહેરાત કરી દીધી. વસ્તુઓ પર ચાર્જ એક જૂનથી લાગૂ થશે. બેંક ઓફ અમેરિકાએ આઇફોનની કિંમતોમાં 20 ટકા સુધીનો વધારાનું અનુમાન લગાવ્યું છે. iPhone XS ના ભાવમાં 1000 ડોલરના મુકાબલે 1142 ડોલર થઇ શકે છે.

વેચાણ 17 ટકા ઘટ્યું

ટેક્નોલોજી કંપની એપ્પલે માર્ચ 2019ની ત્રિમાસિક માટે વોલ સ્ટ્રીટના અનુમાનથી સારી આવક અને કમાણી કરી શકાય છે, પરંતુ તેમછતાં તેના મુખ્ય ઉત્પાદન આઇફોનના વેચાણમાં દરમિયાન રેકોર્ડ 17 ટકાનો ઘટાડો નોંધવામાં આવ્યો છે. એપ્પલે વર્ષે ચીનનો હવાલો આપીને આઇફોનના વેચાણ વિશે ચેતવ્યા હતા. ચીનમાં તેની ટક્કર અપેક્ષાકૃત સસ્તા પ્રતિદ્વંદ્રી હુઆવેઇ ટેક્નોલોજી અને શ્યાઓમી સાથે છે. એપ્પલના મુખ્ય કાર્યકારી ટિમ કુકે કહ્યું કે માર્ચના અંત સુધી આઇફોન્સનું વેચાણ સારું થયું છે. તેમણે કહ્યું કે ચીનમાં તેની માંગ વધારવા માટે તેની કિંમતોમાં ઘટાડો કરવામાં આવ્યો હતો.

(5:03 pm IST)