મુખ્ય સમાચાર
News of Thursday, 16th May 2019

એપ્લીકેશન દ્વારા ટેક્સી સેવા ઉપલબ્ધ કરાવનાર પ્લેટફોર્મ OLA દ્વારા નવા ક્રેડિટ કાર્ડ માટે SBI સાથે કરાર

નવી દિલ્હી: એપ દ્વારા ટેક્સી સેવા ઉપલબ્ધ કરાવનાર પ્લેટફોર્મ ઓલાએ કહ્યું કે તેણે નવા ક્રેડિટ કાર્ડ લાવવા માટે એસબીઆઇ કાર્ડ્સ (SBI Cards)ની સાથે કરાર કર્યો છે. કંપનીનો ટાર્ગેટ 2022 સુધી આવા કરોડો કાર્ડ ઇશ્યૂ કરવાના છે. ઓલા મની એસબીઆઇ વીઝા ક્રેડિટ કાર્ડ લેવા માટે કોઇ પ્રકારના ચાર્જની ચૂકવણી કરવી પડશે નહી. ઓલા યૂજર્સ પોતાની એપ દ્વારા ઓલા ક્રેડિટ કાર્ડ માટે અરજી કરી શકશે અને તેનું મેનેજમેન્ટ કરી શકશે. કાર્ડ યૂજ કરનારાને કેશબેક અને રિવોર્ડ મળશે. તેનો ઉપયોગ ઓલાની રાઇડ, ફ્લાઇડ અને હોટલ બુક કરવા માટે કરી શકાશે.

એસબીઆઇનો બિઝનેસ વધશે

લોન્ચ સાથે ઓલાએ પોતાના નાણાકીય ઉત્પાદનોની પહોંચ વધારવામાં મદદ મળશે. સાથે ઓલાના પ્લેટફોર્મનો ઉપયોગ કરીને એસબીઆઇ પણ પોતાના ક્રેડિટ કાર્ડને વધારી શકશે. ઓલા હાલ ઓલા મની વોલેટ, પોસ્ટ બિલિંગ અને માઇક્રો ઇંશ્યોરેન્સની ઓફર કરે છે.

ઓલાના સહ સંસ્થાપક અને મુખ્ય કાર્યપાલક અધિકારી (સીઇઓ) ભાવેશ અગ્રવાલે જણાવ્યું કે 'આપણે ઓલા મની એસબીઆઇ ક્રેડિટ કાર્ડના લોન્ચથી ઉત્સાહિત છે અને અમે આગામી કેટલાક વર્ષો દરમિયાન લાખો ભારતીયો સુધી લઇ જવા માંગીએ છીએ. સોલ્યુશન દ્વારા લોકોની અવર-જવર દરમિયાન ચૂકવણીને વધુ સારી બનાવવાની આશા રાખીએ છીએ.'

ઓલાના અનુસાર ક્રેડિટ કાર્ડના ઉપયોગથી આટલુ કેશબેક મળશે

1. ઓલા કેબ પર ખર્ચ કરવામાં આવેલી રકમ પર 7% કેશબેક.

2. ફ્લાઇટ બુકિંગ પર 5% કેશબેક.

3. ભારતમાં હોટલ બુકિંગ પર 20% કેશબેક.

4. ઇન્ટરનેશનલ હોટલ બુકિંગ પર 6% કેશબેક.

5. 6000 થી વધુ રેસ્ટોરેન્ટ પર 20% કેશબેક.

6. 1% ફ્યૂલ સરચાર્જ વેવર.

7. અન્ય બધા ખર્ચ પર 1%  કેશબેક.

8. કોઇપણ પણ જોઇનિંગ ફી નહી.

ઓલા મની એસબીઆઇ ક્રેડિટ કાર્દ વીઝા આધારિત હશે. ઓલા યૂજર પોતાની ઓલા એપ દ્વારા સીધા ક્રેડિટ કાર્ડ દ્વારા અરજી કરી શકશે. અને તેને મેનેજ કરી શકશે. કંપની દ્વારા કાર્ડ યૂજર્સને કેશબેક પણ ઓફર કરવામાં આવશે. જોકે કંપનીએ જણાવ્યું નહી કે કેશબેકને કયા સ્પોન્સર કરી રહ્યો છે.

(4:59 pm IST)