મુખ્ય સમાચાર
News of Thursday, 16th May 2019

આરટીઆઇના જવાબમાં થયો ખુલાસો

સરકારને પૂછયા વગર જ સંજય દત્ત્।ને સમય પહેલા જેલ મુકત કરાયેલ

સંજય દત્ત્।ની સમય પહેલા મુકિત માટે જેલ મેન્યૂઅલના આધારે નિર્ણય લેવાયો હતો : યરવડા જેલ

મુંબઇઃ બોલિવૂડ અભિનેતા સંજય દત્ત્।ની સમય પહેલા થયેલી જેલ મુકિત માટે કેન્દ્ર સરકાર પાસે સલાહ-ચર્ચા નહોતી કરવામાં આવી. એક આરટીઆઈના જવાબમાં યરવડા જેલ પ્રશાસને જણાવ્યું કે આવા મામલામાં કેન્દ્ર કે રાજય સરકારનો કોઈ હસ્તક્ષેપ નથી હતો, તેથી સંજય દત્ત્।ની સમય પહેલા મુકિત માટે જેલ મેન્યૂઅલના આધારે નિર્ણય લેવામાં આવ્યા હતો.

 રાજીવ ગાંધીના ૭ હત્યારોમાંથી એક એજી પેરારિવાલને સંજય દત્ત્।ની મુકિત સાથે જોડાયેલી જાણકારી માટે આરટીઆઈ દાખલ કરી હતી. તેના જ જવાબમાં યરવડા જેલના ડેપ્યુટી સુપ્રિટેન્ડન્ટે જણાવ્યું કે સ્રજય દત્ત્।ની મુકિત પહેલા કેન્દ્ર સરકારને આ વિશે સલાહ લેવી કે સરકારને જાણકારી આપવા જેવી કોઈ પ્રક્રિયા નહોતી થઈ.

 જવાબમાં કહેવામાં આવ્યું છે કે સંજયની મુકિત મહારાષ્ટ્ર જેલ મેન્યૂઅલના નિયમો મુજબ કરવામાં આવી છે. આ મેન્યૂઅલમાં એવી કોઈ બાધ્યતા નથી કે સારા વ્યવહારનો આધાર બનાવીને થતી મુકિત પહેલા કેન્દ્રને સૂચના આપવામાં આવે કે પછી સલાહ લેવામાં આવે. આ પગલું સીઆરપીએફ કે પછી બંધારણીય પ્રક્રિયા હેઠળ નથી આવતું.

 બીજી તરફ, પેરારિવાલનનો તર્ક છે કે સંજય દત્ત્।ને આર્મ્સ એકટ હેઠળ સજા થઈ હતી અને તેની સમય પહેલા મુકિત માટે કેન્દ્રથી સલાહ-સૂચન કરવું જરૂરી હતું. જોકે, પેરારિવાલને એમ પણ કહ્યું કે આરટીઆઈની પાછળ તેમનો ઉદ્દેશ્ય સંજયને પરત જેલમાં પહોંચાડવાનો નથી.  તેમના કેસ અને સંજયના કેસમાં એકટ ઓફ ટેરરનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો પરંતુ સમય પહેલા મુકિતના મામલામાં બંનેની સાથે સમાન વ્યવહાર નથી કરવામાં આવી રહ્યો.

 પેરારિવાલનના વકીલે અંગ્રેજી અખબાર ધ હિન્દુ સાથેની વાતચીતમાં જણાવ્યું કે, આર્મ્સ એકટના મામલામાં માત્ર કેન્દ્ર સરકાર જ સજા ઘટાડવા કે સમય પહેલા મુકિત જેવા નિર્ણય લેવા માટે કાયદાકિય રીતે અધિકૃત છે, એવામાં જેલ મેન્યૂઅલનો હવાલો આપવાથી પણ આ મુકિત ગેરકાયદેસર લાગી રહી છે. બંને કેસમાં તપાસ સીબીઆઈએ કરી હતી એન દોષી પુરવાર થયા હતા પરંતુ સજા માફ કરવાના મામલામાં અલગ વ્યવહાર કરવામાં આવી રહ્યો છે.

(4:03 pm IST)