મુખ્ય સમાચાર
News of Thursday, 16th May 2019

ભાજપ કાર્યકર્તાઓની બસને કુલ્લુ પાસે અકસ્માતઃ ૭ને ઇજા

કુલ્લુ તા. ૧૬: હિમાચલ પ્રદેશનાં કુલ્લુ નજીક ગુરૂવારે એક ગંભીર માર્ગ અકસ્માત થયો હતો. કુલ્લુ જિલ્લાના બંજર વિસ્તારના નગની ગામમાં ભાજપના કાર્યકર્તાઓથી ભરેલી એક બસના ડ્રાઇવરે બસ પરનું સંતુલન ગુમાવતા બસ પલટીખાઇ ગઇ હતી.

જિલ્લાના એડિશ્નલ એસપી રાજકુમાર ચંદેલે જણાવ્યું કે આ દુર્ઘટના બંજર વિસ્તારના નગની ગામની છે. આ બસમાં ભાજપના ૪પ કાર્યકર્તા પ્રવાસ કરી રહ્યા હતા. જેમાંથી સાત પ્રવાસીઓ ઇજાગ્રસ્ત થયા છે. જેમને તાત્કાલિક ધોરણે સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

(3:59 pm IST)