મુખ્ય સમાચાર
News of Thursday, 16th May 2019

નોટબંધી છતાં ગીતા પ્રેસની કમાણી પર કોઇ અસર નહીં

૯પ વર્ષ જુના ટ્રસ્ટની ૬૯ કરોડની વાર્ષિક કમાણી : નોપ્રોફિટ નો લોસ સિસ્ટમ ઉપર કામ કરે છે : દેશભરમાં ડઝન વેચાણના કેન્દ્ર : ધાર્મિક પુસ્તકોનું પ્રકાશન થાય છે

નવી દિલ્હી,તા. ૧૬: વર્ષ ૨૦૧૬ અને વર્ષ ૨૦૧૭માં નોટબંધી અને જીએસટીના કારણે તમામ નાના મોટા કારોબારીઓને નુકસાન થયુ હતુ. નાના મોટા કારોબાર બંધ થઇ ગયા હતા. કેટલાક બંધીની સ્થિતીમાં આવી ગયા હતા. પરંતુ ગોરખપુરના ગીતા પ્રેસ ટ્રસ્ટ પર તેની કોઇ અસર થઇ નથી. આ ટ્રસ્ટ દ્વારા ભગવાન શ્રીકૃષ્ણ, શ્રીરામની જીવન લીલા સાથે સંબંધિત ધાર્મિક પુસ્તકોનુ પ્રકાશન કરવામા ંઆવે છે. ગીતા પ્રેસ પ્રબંધન બીબી ત્રિપાઠી અને લાલ મણિ તિવારી દ્વારા છેલ્લા ત્રણ દશકથી કરવામા ંઆવે છે. લીલા ચત્ર મંદિર અને ગોવન્દ ભવનમાં તેમની ઓફિસ આવેલી છે. જાણકાર લોકો કહે છે કે ગીતા પ્રેસ દ્વારા હજુ સુધી ૧૮૦૦ પવિત્ર પુસ્તકનુ પ્રકાશન કરવામાં આવી ચુક્યુ છે. જેમાં રામચરિત માનસ, ભગવદ ગીતા , રામાયણ અને મહાભારત, પુરાણ જેવા ધાર્મિક પુસ્તકો સામેલ છે. ગીતા પ્રેસના એક અધિકારીએ કહ્યુ છે કે છેલ્લી એક સદીથી ગીતા પ્રેસ કોઇ પણ પ્રકારના રાજકીય ઝુંકાવથી દુર છે. છતાં તમામ રાજકીય પક્ષોને ધાર્મિક પ્રવચન અને પવત્ર હિન્દુ ધર્મના ગ્રથોને પ્રોત્સાહન મળે તેવુ કામ કરવુ જોઇએ. ટ્રસ્ટના પ્રબંધક બીબી ત્રિપાઠીએ માહિતી આપતા કહ્યુ છે કે વર્ષ ૨૦૧૭માં જીએસટી વ્યવસ્થા અમલ કરવામાં આવ્યા બાદ પણ સંસ્થાને આશરે ૨૨ કરોડની આવક થઇ છે. બે વર્ષમાં ધાર્મિક ગ્રથોનુ વેચાણ ૬૯ કરોડથી વધારે થઇ ગયુ છે. સંસ્થાનુ વેચાણ ૨૦૧૬માં ૩૯ કરોડ અને વર્ષ ૨૦૧૭માં ૪૭ કરોડ રૂપિયા હતુ. વર્ષ ૨૦૧૮માં વેચાણ આંકડો ૬૬ કરોડ રૂપિયા સુધી પહોંચી ગયો હતો. તેમનુ કહેવુ છે કે જીએસટીના કારણે ચોક્કસપણે ઉત્પાદન ખર્ચમાં વધારો થયો છે પરંતુ વેચાણમાં કોણ કમી આવી નથી. ગીતા પ્રેસ અથવા તો ગીતા મુદ્રાલય વિશ્વની સર્વાધિક હિન્દુ ધાર્મિક પુસ્તકોનુ પ્રકાશન કરનાર સંસ્થા તરીકે છે. ગોરખપુરના શેખપુર વિસ્તારમાં એક ઇમારતમાં ધાર્મિક પુસ્તકોનુ પ્રકાશન કરવામાં આવે છે. દે અને દુનિયામાં હિન્દી, સંસ્કૃત અને અન્ય ભારતીય ભાષામાં પ્રકાશિત ધાર્મિક પુસ્તકો તેના દ્વારા તૈયાર કરવામાં આવે છે. ઘરે ઘરે રામચરિત માનસ અને ગીતાને પહોંચાડી દેવાન ક્રેડિટ તેને મળે છે.

(3:35 pm IST)