મુખ્ય સમાચાર
News of Thursday, 16th May 2019

હવે ફેથ હિલિંગ કરનારા પર તવાઇ : પકડાશે સજા કરાશે

મંદિરો, દરગાહમાં ઓઝા, પીરઝાદા પર નજર : અધિકારીઓ ગામ ગામ અને અન્યત્ર ફરીને ઓઝા અને પીરઝાદાઓની ઓળખ કરશે : અંધવિશ્વાસ અટકાવાશે

નવી દિલ્હી,તા. ૧૬: સમાજમાં ફેલાયેલા અંધવિશ્વાસને રોકવા માટે હવે આક્રમક તૈયારી કરવામાં આવી રહી છે. ભુત પ્રેત ભગાવવાના નામ પર જો માનવ અધિકાર ભંગની કોઇ ફરિયાગ મળશે તો હવે ઓઝા અને પીરઝાદાઓને જેલ ભેગા કરવામાં આવનાર છે. ફેથ હિલિંગ અને મંદિરો, દરગાહ અને અન્ય જગ્યા પર કરવામાં આવતી સારવારને રોકવા માટે તંત્ર દ્વારા કમર કસી લેવામાં આવી છે. સૌથી પહેલા ઉતરપ્રદેશમાં આ અંગેની તૈયારી કરી લેવામાં આવી છે. મંદિરો, દરગાહ અને અન્યત્ર જુદી જુદી  તકલીફને લઇને મોટી સંખ્યામાં લોકો પહોંચે છે. આ લોકો અંધવિશ્વાસમાં ધેરાયેલા હોય છે. પોતાની ગંભીર બિમારીની સારવાર માટે પણ મંદિરો અને દરગાહ ખાતે સક્રિય રહેલા લોકો પાસે પહોંચે છે. હવે અંધવિશ્વાસના નામ પર ઝાડફુંક કરનાર તાંત્રિક બાબાઓ પર તવાઇ આવનાર છે. કારણ કે મુખ્ય તબીબી અધિકારીઓ ગામે ગામ ફરશે અને આવા ઓઝા અને પીરઝાજાઓની ઓળખ કરનાર છે. જે ધાર્મિક સ્થળ પર માનસિક રોગીઓની સારવાર થઇ રહી છે તેમની ઓળખ કરવામાં આવનાર છે. આવા સ્થળોની યાદી તૈયાર કરવામાં આવનાર છે. ભુત પ્રેત ભગાડી દેવાના નામ પર થતી ગતિવિધીઓ પર બ્રેક મુકવામાં આવનાર છે. જાણકાર લોકોનુ કહેવુ છે કે ભુત પ્રેત ભગાડી દેવાના નામ પર જો માનવ અધિકાર ભંગની કોઇ પણ ફરિયાદ મળશે તો ઓઝા અને પીરઝાદાને જેલ ભેગા કરવામાં આવશે. ૨૩મી મે બાદ આને લઇને આરોગ્ય વિભાગ એક જોરદાર અભિયાન ચલાવશે.

(3:34 pm IST)