મુખ્ય સમાચાર
News of Thursday, 16th May 2019

સ્ક્રીનશોટ લીધા વગર સેવ કરી શકાય વોટ્સએપ સ્ટેટસ

નવી દિલ્હીઃ ઇન્સ્ટેન્ટ મેસેજિંગ એપ વોટ્સએપના સ્ટેટસ ફીચરને ખૂબ પસંદ કરવામાં આવી રહ્યું છે. આ ફીચર દ્વારા લિંકસથી લઇને વીડિયો, મીમ્સ, ફોટો, હોલીડે ડેસ્ટિનેશન જેવા તમામ વસ્તુઓ શરે કરી શકાય છે. એવામાં ઘણા યૂઝર્સ સ્ટેટસ સેવ કરવા માંગે છે. મેસેજિંગ એપમાં આ રીતે કોઇ ઓપ્શન આપવામાં આવ્યું નથી તો તેને લઇને યૂઝર્સ સ્ક્રીન શોટનો ઉપયોગ કરે છે. પરંતુ સ્ક્રીન શોટ બાદ યુઝરને યૂઝરનેમ અને નોટિફિકેશન બારને ક્રોપ કરવા પડે છે.  કેટલીક એવી ટ્રિકસ છે જેનાથી તમે સ્ક્રીન શોટ માટે સ્ટેટસ સેવ કરી શકશો.

 જે માટે એપ્લીકેશન ગૂગલ  પ્લેસ્ટોરથી સ્ટેટસ સેવર એપ ડાઉનલોડ કરો. વોટ્સએપના સ્ટેટેસ પેજ પર જાઓ.  યૂઝરનેમ પર ટેપ કરો  સ્ટેટસ સેવર એપને ઓપન કરો.  એપ સ્ટેટસ સેવર એપને ઓપન કરો.  એપ સ્ટેટસને ડિસ્પ્લેને સ્કેન કરો.  તે બાદ તમને વીડિયો અને ફોટોનું ઓપ્શન જોવા મળશે  મનપસંદ ઓપ્શન પસંદ કરો.  એપમાં સ્ટેટસની બાજુમાં તમને ડાઉનલોડનો ઓપ્શન જોવા મળશે.  થર્ડ પાર્ટી એપ વગર આ રીતે  સ્ટેટસ ડાઉનલોડ કરી શકાય છે.

ખાસ કરીને યૂઝર આ વાત નથી જાણતા કે જે પણ સ્ટેટસ જુએ છે વોટ્સએપ તેને ડાઉનલોડ કરે છે. એટલે તમને સ્ટેટસ સેવ કરવા માટે કોઇ થર્ડ પાર્ટી એપની જરૂરત નથી. તેના માટે તમે તમારા ફોનના ફાઇલ મેનેજરમાં જાઓ.

સૌથી પહેલા ફોનનું ફાઇલ મેનેજર ખોલો.  ફોનની ઇન્ટરનલ સ્ટોરેજમાં જાઓ અને સેટિંગ્સ પર કિલક કરો.  'શો હિડેન ફાઇલ્સ' ઓપ્શનને ઇનેબલ કરો.  ઇન્ટરનલ સ્ટોરેજમાં વોટ્સએપ ફોલ્ડરમાં જાઓ.  ફોલ્ડરમાં 'મીડીયા' ઓપ્શન પર કિલક કરો.  ફોલ્ડરમાં ‘Statuses’ ઓપ્શન મળશે.  અંહી તમને વોટ્સએપ સ્ટેટસ મળી જશે.

(3:32 pm IST)