મુખ્ય સમાચાર
News of Thursday, 16th May 2019

ચૂંટણી આયોગે આપ્યો ટ્વીટરને આદેશ : એક્ઝિટ પોલ સાથે જોડાયેલા ટ્વીટ તાત્કાલિક હટાવે

દરેક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સમાંથી એક્ઝિટ પોલ્સને દૂર કરાશે

નવી દિલ્હી :ચૂંટણી પંચે ટ્વીટરથી 2019 ની લોકસભાની ચૂંટણીથી સંબંધિત તમામ એક્ઝિટ પોલ્સને તાત્કાલિક દૂર કરવા આદેશ આપ્યો છે. ECનાં આદેશ બાદ, હવે દરેક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સમાંથી એક્ઝિટ પોલ્સને દૂર કરવામાં આવશે.

    ચૂંટણી પંચને ફરિયાદ મળી હતી, જેના પછી ચૂંટણી પંચે આ નિર્ણય લીધો હતો. ચૂંટણી દરમિયાન, કોઈપણ પ્રકારનાં એક્ઝિટ પોલ્સ, જે ચૂંટણીને અસર કરી શકે છે, અથવા જેમાં કોઈપણ પક્ષની હાર અથવા જીતનાં આંકડા પર પ્રતિબંધ રાખવામાં આવ્યો છે.

   લોકસભાની ચૂંટણી આવતા જ સોશિયલ મીડિયામાં દરેક રાજનીતિક પાર્ટીઓએ જીત અને હારને લઇને એક્ઝિટ પોલ શરૂ કરી દીધા હતા. સોશિયલ મીડિયામાં ચૂંટણી શરૂ થવાની સાથે લોકો પોતાની પાર્ટી માટે અલગ-અલગ પ્લેટફોર્મ પર વોટ કરી રહ્યા છે. આવા જ પોલ ટીવટર પર પણ કરવામા આવી રહ્યા છે. સતત આ પ્રકારની ફરીયાદ સામે આવતા ચૂંટણી પંચે ટ્વીટરને આદેશ આપ્યો છે કે તે પોતાના પ્લેટફોર્મ પરથી Exit Pollને તાત્કાલિક હટાવી દે.

(12:50 pm IST)