મુખ્ય સમાચાર
News of Thursday, 16th May 2019

અમેરિકામાં આજે નવી ઇમિગ્રેશન પોલિસી જાહેર કરાશે : બોર્ડર સિક્યુરિટી વધારવાનો હેતુ : માસ્ટર ડિગ્રી ધરાવતા ,સ્કિલ્ડ પ્રોફેશનલ વિદેશીઓ માટેનો ક્વોટા વધારાશે

વોશિંગટન : અમેરિકામાં વ્હાઇટ હાઉસના રોઝ ગાર્ડન ખાતે આજરોજ નવી ઇમિગ્રેશન પોલિસી જાહેર કરાશે જેનો હેતુ બોર્ડર સિક્યુરિટી વધારવાનો  તથા માસ્ટર ડિગ્રી ધરાવતા ,સ્કિલ્ડ પ્રોફેશનલ વિદેશીઓ માટેનો ક્વોટા વધારવાનો છે.હાલની વ્યવસ્થામાં પારિવારિક સંબંધોને પ્રાધાન્ય આપવામાં આવે છે. ટ્રમ્પની નવી જાહેરાતથી હજારોની સંખ્યામાં ગ્રીન કાર્ડની રાહ જોઇ રહેલા ભારતીય પ્રોફેશનલ્સની રાહ આસાન થઇ શકે છે.હાલની વ્યવસ્થા હેઠળ અંદાજિત 66 ટકા ગ્રીન કાર્ડ એવા લોકોને આપવામાં આવે છે જેઓના પારિવારક સંબંધો હોય અને માત્ર 12 ટકા ગ્રીન કાર્ડ જ યોગ્યતા આધારિત છે. જો કે, આ યોજનાના અમલીકરણ કોંગ્રેસના વિભાજિત થવા, ખાસ કરીને ઇમિગ્રેશન સુધારના મુદ્દે મુશ્કેલી ઉભી થશે. પ્રેસિડન્ટ પોતાના રિપબ્લિકન સાંસદોને આ મુદ્દે સમજાવવામાં સફળ રહ્યા તો પણ સાંસદ નેન્સી પેલોસીના નેતૃત્વવાળા ડેમોક્રેટ અને બીજા નેતા વિરોધમાં ઉભા છે. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(11:40 am IST)