મુખ્ય સમાચાર
News of Thursday, 16th May 2019

અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ઘના વાદળો ઘેરાયા : યુએસએ અધિકારીઓને ઇરાનમાંથી પાછા બોલાવાયા

ઇમરજન્સીની પરિસ્થિતીને પહોંચી વળવા અમેરિકાએ તૈયારીઓ શરૂ કરી દીધી

વોશિંગ્ટન તા. ૧૬ : અમેરિકા અને ઇરાન વચ્ચે તંગદિલી વધી છે, અત્યારે બન્ને દેશ વચ્ચે યુદ્ઘ થવાની ભીતિ સેવાઇ રહી છે. સાઉદીના ૨ ઓઇલ ટેન્કરો પર યુએઇના તટ પર થયેલા હુમલા પછી બન્ને દેશો વચ્ચે તંગદિલી વધુ જોવા મળી રહ્યી છે. જોકે આ હુમલા સંદર્ભે ઇરાને સ્પષ્ટતા કરતાં જણાવ્યું કે, આમાં તેમની કોઇ ભૂમિકા નથી. આ દરમિયાન પશ્ચિમ એશિયામાં પોતાની સ્થિતિ મજબૂત કરવા અને ઇમરજન્સીની પરિસ્થિતીને પહોંચી વળવા અમેરિકાએ તૈયારીઓ શરૂ કરી દીધી છે.

અમેરિકા અને ઇરાન વચ્ચે તંગદિલી વધતાની સાથે જ અમેરિકાએ ઇરાનમાં ફરજ બજાવતાં અમેરિકન અધિકારીઓને પરત બોલાવી લીધા છે. અમેરિકાના ન્યૂયોર્ક ટાઇમ્સે અમેરિકા અને ઇરાન વચ્ચે યુદ્ઘ થવા અંગેનો અહેવાલ પ્રસિધ્ધ કર્યો હતો જોકેઙ્ગ આ અહેવાલને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફગાવી દીધો છે. રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, અમેરિકાના સુરક્ષા અધિકારી ઇરાન સાથે બાથ ભીડવા મધ્ય પૂર્વમાં લગભગ ૧.૨૦ લાખ સૈનિકોને મોકલવા અંગેનો વિચાર કરી રહ્યા છે.

(11:32 am IST)