મુખ્ય સમાચાર
News of Thursday, 16th May 2019

ઉત્તર - પશ્ચિમ ભારતમાં મોસમનો મિજાજ બદલાયો : પંજાબ - હરિયાણા - દિલ્હીમાં ભારે વાવાઝોડા સાથે વરસાદનો વર્તારો

નવી દિલ્હી તા. ૧૬ : ઉત્તર પશ્ચિમ ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટરબન્સથી મોસમ બદલાયુ હોવાનું હવામાન વિભાગે જણાવ્યું છે. જેના કારણે પંજાબ, હરિયાણા અને દિલ્હી NCRમાં ભારે વાવાઝોડા સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. ગઇ કાલે દિલ્હી NCRમાં વરસાદ પડ્યો હતો.

ગઈકાલથી ઉત્તર ભારતના કેટલાક વિસ્તારમાં મોસમનો મિજાજ બદલાયો છે. ત્યારે હવામાન વિભાગે આગાહી કરી છે કે આવતીકાલ સુધી દિલ્હી એન.સી.આર, પંજાબ અને હરિયાણા સહિત પશ્ચિમ ઉત્તર પ્રદેશના તમામ વિસ્તારમાં ભારે વાવાઝોડા સાથે ભારે વરસાદ પડી શકે છે.

ગઈ કાલે દિલ્હી એન.સી.આર.માં ભારે વરસાદ પડ્યો હતો. જે બાદ દિલ્હીના અનેક વિસ્તારમાં ભારે ટ્રાફિક પણ સર્જાયો હતો. ત્યારે હવે હવામાન વિભાગે આગાહી કરી છે કે આવતીકાલ સુધી વરસાદી માહોલ જોવા મળી શકે છે. વેસ્ટર્ન ડિસ્ટરબન્સના કારણે મોસમનો મિજાજ બદલાયો છે. હવામાન વિભાગના એડિશનલ ડાયરેકટર જનરલ ડોકટર મૃત્યુંજય મહાપાત્રાના જણાવ્યા મુજબ, ઉત્તર ભારતમાં બદલાયેલા મોસમ બાદ રાજસ્થાન અને હરિયાણા ઉપર સાયકલોનિક સરકયુલેશન સક્રિય થયું છે. ભારે વાવાઝોડા સાથે વરસાદ વરસે તેવી શકયતા છે.

(11:31 am IST)