ઈરાન સાથે તનાવ હવે ચરમ સીમાએ
મહાયુદ્ધ તોળાઈ રહ્યું છે : અમેરિકી દળોને નિશાન બનાવી રોકેટો ગોઠવાયા...
વોશિંગ્ટન : અમેરિકાએ ઈરાન સરહદે સવા લાખ સૈનિકો અને લશ્કરી સરંજામ મોકલવાની જાહેરાત કર્યાના પગલે ઈરાની ઉગ્રવાદી શાસકોએ અમેરિકી લશ્કર રેન્જમાં આવે તે રીતે મિસાઈલો - રોકેટો ગોઠવ્યાના હેવાલો મળે છે. આ રોકેટો અમેરિકી દળોને સીધા નિશાન બનાવી શકે તે રીતે ગોઠવવામાં આવ્યા છે. અમેરિકી પેન્ટાગોને ગયા અઠવાડીયે જ અમેરિકી એરક્રાફટ કેરીયર અને બોમ્બર ગ્રુપને ઈરાન સરહદે ગોઠવ્યાના પગલે તુરતમાં ઈરાન દ્વારા અમેરિકી ટારગેટા ઉપર હુમલાની તૈયારીઓના નિર્દેશ મળે છે. પેન્ટાગોને ઈરાન ઉગ્રવાદીઓના સંદેશા આંતરતા ઈરાને રોકેટો ગોઠવ્યાની વિગતો બહાર આવેલ. અમેરિકી વિદેશમંત્રી શ્રી પોમ્પીયો વળતી તૈયારીના ભાગરૃપે તાકીદે ઈરાક દોડી ગયેલ છે. ઈરાકની ધરતી ઉપર અમેરિકી મથકો ઉપર ઈરાન હુમલાની તૈયારીમાં છે.(૩૭.૭)