મુખ્ય સમાચાર
News of Thursday, 16th May 2019

રવિવારે 'એકઝીટ પોલ'ના ઢોલ વાગશેઃ આવતા ગુરૃવારે પરિણામના પોખણા

વિશ્વના સૌથી મોટા લોકશાહી દેશનું ભાવિ જાહેર થવા આડે હવે માત્ર એક અઠવાડિયું બાકીઃ ર૩ મીએ લોકસભાની ચૂંટણીની મત ગણતરી

રાજકોટ, તા., ૧૬: વિશ્વના સૌથી મોટા લોકશાહી દેશ ભારતમાં સંસદની ચુંટણી પ્રક્રિયા અંતિમ તબક્કામાં છે. અત્યાર સુધીમાં ૬ તબક્કા પુરા થઇ ગયા છે. સાતમો તબક્કો તા.૧૯મીએ છે. તે દિવસે સાંજે ૬ વાગ્યે મતદાન પુરૃ થયા બાદ તુરત વિવિધ સમાચાર સંસ્થાઓ અને અન્ય એજન્સીઓના એકઝીટ પોલ આવવા લાગશે. તા.ર૩મીએ સવારે ૮ વાગ્યાથી મત ગણત્રી છે. તે દિવસે મત મશીનમાંથી કરોડો લોકોની પસંદગી બહાર આવશે. હવે આતુરતાના અંત આડે માત્ર એક અઠવાડીયું બાકી રહયું છે.

મતદાન પહેલા થતા સર્વેને ઓપીનીયન પોલ કહેવામાં આવે છ. મતદાન પુરૃ થયા બાદ મતદારોને પુછીને કાઢવામાં આવતા તારણને એકઝીટ પોલ તરીકે ઓળખવામાં આવે છે. ચુંટણી પંચના નિયમ મુજબ મતદાન બાકી હોય ત્યાં સુધી પોલનું પરીણામ જાહેર થઇ શકતું નથી. રવિવારે સાંજે મતદાન પુરૃ થયા બાદ પરંપરાગત રીતે એકઝીટ પોલ સામે આવવા લાગશે. એકઝીટ પોલ ભુતકાળમાં સત્ય, અસત્ય કે અર્ધસત્ય સાબીત થયાના દાખલા છે. એકઝીટ પોલના આધારે પરીણામનું અનુમાન થઇ શકે છે. દેશના લોકો શું ઇચ્છે છે? તે તો તા.ર૩મીએ જ ખ્યાલ આવશે.

લોકસભાની ચુંટણી માટે ૧૦ માર્ચે ચુંટણી જાહેર થયેલ. અત્યાર સુધીમાં એપ્રિલ મહિનાની તા.૧૧, ૧૮, ર૩ અને ર૯ તથા મે મહિનાની તા.૬ અને ૧રના દિવસે જુદા જુદા રાજયોમાં મતદાન થઇ ગયું છે. બાકી રહેતી પ૯ બેઠકો માટે તા.૧૯મીએ મતદાન થનાર છે. અત્યાર સુધીમાં લગભગ તમામ રાજયોમાં ૬૦ થી ૬પ ટકા જેટલું મતદાન થયું છે. ર૩મીએ મત મશીન ખુલે ત્યારે ભારતના ભાવી શાસક કોણ? તેનો ખ્યાલ આવશે. આતુરતાના અંતનો આરંભ થઇ ચુકયો છે.

એક નઝર ઇધરભી

કીસીને પૂછા,

ઇસ દુનિયા મેં આપ કા

અપના કૌન હૈ ?

મૈંને હંસકર કહા 'સમયે,

અગર વો સહી તો

સભી અપને,

વરના કોઇ નહિ !

મતદાનના ૭ તબક્કા

૧૧             એપ્રિલ

૧૮             એપ્રિલ

ર૩             એપ્રિલ

ર૯             એપ્રિલ

૬              મે

૧ર             મ

૧૯             મે

(11:26 am IST)