મુખ્ય સમાચાર
News of Thursday, 16th May 2019

દિલ્હી - યુપી, ગાઝિયાબાદ સહિત ૭ રેલવે સ્ટેશનને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

ધમકી ભર્યો પત્ર મળતા એલર્ટ જાહેર : સુરક્ષામાં કરાયો વધારો

નવી દિલ્હી તા. ૧૬ : ગાઝિયાબાદ રેલવે સ્ટેશન પર રેલવે અધિકારીને આ ધમકીભર્યો પત્ર મળ્યો છે. પત્ર મળતા જ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યુ છે. તો એસ.એસ.પી.ને પણ ધમકીભર્યો ઈમેલ મળ્યો છે. જેથી ભીડ ભાડવાળા વિસ્તારમાં પણ સુરક્ષા વધારી દેવામાં આવી છે.ઙ્ગ

ગુપ્તચર વિભાગે પણ સુરક્ષા વધારી દીધી છે. આ પત્ર અને ઈમેલ કોણે મોકલ્યો છે તે મામલે તપાસ હાથ ધરવામાં આવી છે. તો ધમકી આપનારાએ ૭૨ કલાકનું અલ્ટિમેટમ આપ્યું છે. તો જીઆરપીને પણ સૂચના આપીને સ્ટેશન પર સુરક્ષા વધારી દેવામાં આવી છે. ઠેર ઠેર ચેકિંગ પણ હાથ ધરવામાં આવી રહ્યું છે.ઙ્ગ

એટીએસ, સાઈબર સેલ અને સર્વેલન્સ ટિમે પણ તપાસ હાથ ધરી છે કે આ પત્ર અને ઈમેલ કોણે મોકલ્યો છે. એના માટે ઇમેલ સર્વિસ પ્રોવાઇડર કંપનીનો સહારો લેવામાં આવી રહ્યો છે. એમને જણાવ્યું કે ગાજિયાબાદમાં પણ સાઇબર એકસપર્ટ, સર્વિલાન્સ સેલ અને ગુપ્તચર વિભાગની ટીમને એલર્ટ કરી દેવામાં આવી છે.ઙ્ગ

તમામ સ્ટેશનની પોલીસને મોલ્સ મલ્ટીપ્લેકસ અને ભીડભાડ બજારોમાં ચોકી વધારવાના નિર્દેશ આપવામાં આવ્યા છે. ગાજિયાબાદ સ્ટેશનને આ પહેલા પણ ઘણી વખત બોમ્બથી ઊડાવી દેવાની ધમકી મળી છે.

(3:38 pm IST)