મુખ્ય સમાચાર
News of Thursday, 16th May 2019

દરરોજ ઓશો ૩૬પ દિવસ ઓશો મોેડીટેશન

સ્વયંસ્ફૂર્ત

''તમે જે કંઇપણ કરો તે શકય એટલું સંપૂર્ણ રીતે કરો જો તમને ચાલવુ પસંદ છે. શુભ છ.ે પરંતુ અચાનક તમને એવુ લાગે કે હવ ેતમને ચાલવાની ઇચ્છા નથી તો તરતજ બેસી જાઓ, તમારી ઇચ્છાની વિરૂદ્ધ એકપણ પગલું ના ભરાવું જોઇએ.''

જ ેકંઇપણ બને છે તેને સ્વીકારો અને માણો અને કંઇપણ બળજબરી પૂર્વક ના કરો જો તમને વાત કરવાની ઇચ્છા થાય, વાત કરો. જો તમને શાંત રહેવાની ઇચ્છા થાય, શાંત રહો-તમારી લાગણીઓને અનુસરો કોઇપણ બાજુએ બળજબરીથી નહી, એક પળ માટે પણ નહી કારણ કે એકવાર તમે બળપૂર્વક કાઇ કરશો, તમે બે ભાગમાં વિભાજીત થઇ જશો-- અને તેનાથી સમસ્યા ઉભી થશે, પછી તમારૂ આખુ જીવન વિભાજીત થઇ જશે.

સમગ્ર માનવજાત લગભગ સ્કિઝો હેનીક થઇ ગઇ છે કારણ કે આપણને બળપૂર્વક કામ કરતા શીખવાડવામાં આવ્યું છે તમારો એક ભાગ જે હસવા ઇચ્છે છે અને બીજો ભાગ જે તમને હસવા દેતો નથી. તે બંને અલગ થઇ જાય છે અને તમે વિભાજીત થઇ જાઓ છો તમે તમારી અંદર એક સ્વામી અને એક દાસ બનાવો છો તેથી ત્યા સંઘર્ષ ઉત્પન્ન થાય છે. સંઘર્ષને કારણે જે ખાઇ ઉત્પન્ન થાય છે તે મોટી અને મોટી  જ થતી જાય છે. તેથી સમસ્યા એ છે કે આ ખાઇને કઇ રીતે પુરવી અને કઇ રીતે વધારે ઉત્પન્ન થતા રોકવી ઝેનમાં ખૂબજ સુંદર કહેવત છે બેઠા છો ફકત બેસો ચાલો છો, ફકત ચાલો અહીથી ત્યા ઝોલા નહી ખાવ.

આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૩ર વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર. 

સ્થળઃ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્વામી સત્ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

(10:50 am IST)