મુખ્ય સમાચાર
News of Thursday, 16th May 2019

અમેરિકન ટેકનોલોજી ઉપર ભય ઝળુંબતો હોય

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રાષ્ટ્રીય ઇમરજન્સી જાહેર કરી

વોશિંગ્ટનઃ યુએસ પ્રેસીડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકન ટેકનોલોજી ઉપર ભય તોળાઇ રહ્યો હોવાના હેવાલના પગલે રાષ્ટ્રિય ઇમર્જન્સી જાહેર કર્યાનું સીએનબીસીના હેવાલો ટાંકી ડ્રજ રીપોર્ટ નોંધે છે.

ચાઇનીઝ ટેલીકોમ્યુનીકેશન્સ કંપની 'હવાઇ' સાથે ધંધો કરતી અમેરિકન કંપની અમેરિકી કંપનીઓ ઉપર પ્રતિબંધ લાદવા પૂર્વેનું આ પગલું લેવાયાનું મનાય છ.ે

અમેરિકા અને ચીન વચ્ચે ''મહા ટ્રેડ વોર'' છેડાયું છે. તેના પગલે આ હુકમો આપ્યાનું મનાય છ.ે

વ્હાઇટ હાઉસે જાહેર કર્યું છે કે, અમેરિકન ટેકનોલોજી વિરૂદ્ધના ભયના પગલે અને અમેરીકામાં સાયબર હુમલાની આશંકા વચ્ચે આ રાષ્ટ્રિય ઇમર્જન્સી જાહેર થઇ છે.

આ હુકમો હેઠળ અમેરિકી વાણિજ્ય પ્રધાન વીલબર રોસને અન્ય અધિકારીઓના સહયોગમાં રહી, અમેરિકાની રાષ્ટ્રિય સલામતી માટેના જોખમી થાય તેવી માહિતી કે સંદેશાવ્યવહાર ટેકનોલોજી ઉપર પ્રતિબંધ મૂકવાની સત્તા મળે છ.ે

આ હુકમોને લીધે ચાઇનીઝ ટેલીકોમ જાયન્ટ 'હુવાવે' અને તેની સહયોગી સંસ્થાઓ અમેરિકન કોમર્સ ડીપાર્ટમેન્ટના ''બીસ'' લીસ્ટમાં મૂકતા અમેરિકી કંપનીઓ સાથે ધંધો કરવો મુશ્કેલી બની જશે. નવા હુકમો મુજબ હવે અમેરિકી કંપનીઓ ''બીસ'' (બ્યુરો ઓફ ઇન્ડસ્ટ્રી એન્ડ સીકયુરીટી એન્ટીટી લીસ્ટ) ની મંજૂરી વિના આધુનિક ટેકનોલોજી આ કંપનીને વેચી કે ટ્રાન્સફર કરી શકશે નહિ તેમ સીએનબીસીનો હેવાલ જણાવે છે.

આ પ્રતિબંધો પછી ચીન-અમેરિકા વચ્ચેનું મહા વેપાર યુદ્ધ વધુ વકરશે તે નિશ્ચિત છે.

દરમિયાનમાં વિશેષ મળતી માહિતી નીચે મુજબ છે. 

 અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વિદેશી સાઇબર હુમલાની સ્થિતિમાં અમેરિકાના કમ્પ્યુટર્સને બચાવવા રાષ્ટ્રિય કટોકટી જાહેર કરી છે.  ટ્રમ્પે એક કાર્યકારી આદેશ જાહેર કરીને રાષ્ટ્રિય કટોકટીની જાહેરાત કરી છે.

તેમના આ આદેશ હેઠળ અમેરિકાની કંપનીઓને વિદેશી ટેલિકોમ સેવાઓનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ મૂકયો છે.  આ આદેશમાં કહેવામાં આવ્યું છે કે આ વિદેશી ટેલિકોમ સેવાઓથી રાષ્ટ્રિય સુરક્ષા જોખમમાં મુકાઈ શકે છે. ટ્રમ્પે પોતાના આદેશમાં કોઈ કંપનીનું નામ લીધું નથી.   ઘણા દેશોએ શંકા વ્યકત કરી છે કે ''હુવાવે'' કંપનીનાં ઉત્પાદનોનો ઉપયોગ ચીન નજર રાખવા માટે કરી શકે છે.

જોકે, ટેલિકોમનાં ઉપકરણો બનાવતી દુનિયાની આ સૌથી મોટી કંપનીએ આવી કોઈ પણ શકયતા નકારી છે. તેમણે કહ્યું છે કે તેના કામથી કોઈને કોઈ જ નુકસાન થશે નહીં અને તેનાથી જાસૂસીનું કોઈ જોખમ નથી.  વ્હાઇટ હાઉસના નિવેદન મજબ ટ્રમ્પના આદેશનો હેતુ  'અમેરિકાને વિદેશી દુશ્મનોથી બચાવવાનો જે માહિતી અને પ્રસારણ સેવાઓના આધારે અતિશય સંવેદનશીલ રીતે સતત સક્રિય થઈ રહ્યા છે.'

વ્હાઇટ હાઉસ તરફથી મળેલા નિવેદન મુજબ આ કટોકટીની સ્થિતિ વ્યાપાર સચિવાલયને સતા આપે છે કે તેઓ રાષ્ટ્રિય સુરક્ષાને ધ્યાનમાં રાખીને કોઈ પણ વ્યવહાર અટકાવી શકે છે.

ફેડરલ કોમ્યુનિકેશન્સ કમિશનના ચેરમેન અજીત પાઈ દ્વારા આ પગલું આવકારવામાં આવ્યું છે. તેમના તરફથી આપવામાં આવેલા નિવેદનમાં તેને નોંધનીય ગણાવાયું છે.

યૂએસ દ્વારા પહેલાંથી જ ફેડરલ એજન્સીને (હુવાવે)નાં ઉત્પાદનો પર નિયંત્રણની સૂચના આપી દીધી હતી. તેમજ ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ દ્વારા પણ તેમના અદ્યતન ૫-જી મોબાઇલ નેટવર્કમાં (હુવાવેના) ઉપયોગમાં પ્રતિબંધ મૂકેલો છે.  (૪૦.૭)

(3:23 pm IST)