મુખ્ય સમાચાર
News of Wednesday, 15th May 2019

ભારતીય ગર્ભ નિરોધક ગોળીઓના અમેરિકામાં વેચાણ સામે વિરોધ : પ્રતિબંધ મુકવા યુએસના 117 સાંસદોએ કરી અરજી

ભારતથી અમેરિકા સુધી દવા પહોંચાડનાર યુરોપની કંપનીઓ પર કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ

 

વોશિંગટનઃ અમેરિકાના 117 સાંસદે અમેરિકા ફૂડ એન્ડ ડ્ર્ગ્સ વિભાગને લેખિતમાં અરજી કહ્યું છે કે, ભારતથી જે કંપનીઓ ગર્ભનિરોધક ગોળી અમેરિકામાં લાવીને વેચાણ કરે છે, તેના પર પ્રતિબંધ મુકવામાં આવે. ભારતથી અમેરિકા સુધી દવા પહોંચાડનાર યુરોપની કંપનીઓ પર કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ અમેરિકન સાંસદો દ્વારા કરવામાં આવી છે.

  સાંસદોએ એફડીએ આયુક્તના નોરમન શાપ્રલેસને પત્રમાં જણાવ્યું કે, એક એક્સેસ જેવી યુરોપની કંપનીઓ એફડીએની સુરક્ષાન નિયમોનુ ઉલ્લંધન કરે છે, જેથી મહિલાઓ અને બાળકોના જીવ જોખમમાં મુકાઇ શકે છે.

  કોંગ્રેસના બન્ને દળોના સાંસદોએ 10 મેંના રોજ લખેલા એક પત્રમાં શાર્પલેસને અપીલ કરી કે, તેઓ અમેરિકી ગ્રાહકોને ગર્ભનિરોધક દવા માઇફપ્રેક્સ મેલઓર્ડરથી દવાઓ આપે છે. જેથી આવી વિદેશી કંપનીઓને જેવી કે એક એક્સેસ અને રાબ્લન જેવી કંપનીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે.

   પત્રમાં શાર્પલેસે અપીલ પણ કરી કે, એડ એક્સેસ મેલ ઓર્ડરથી ગર્ભનિરોધક દવાઓ ઉપલબ્ધ કરાવે છે, જેવી તમામ કંપનીઓ પર તેમની કાર્યપદ્ધતિ પર પ્રતિબંધ લગાવવો જોઇએ. અમેરિકામાં આવી કોઇ કંપનીને મંજૂરી આપવામાં નથી. આવી ફક્ત મેડિકલ અને સરકાર દ્વારા નિયુક્ત કરેલ વ્યક્તિ દવાઓ આપી શકે.

(10:26 pm IST)