મુખ્ય સમાચાર
News of Wednesday, 15th May 2019

અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધના વાદળો ઘેરાયા : યુએસએ અધિકારીઓને ઇરાનમાંથી પાછા બોલાવાયા

ઇમરજન્સીની પરિસ્થિતીને પહોંચી વળવા અમેરિકાએ તૈયારીઓ શરૂ કરી દીધી

 

વોશિંગ્ટનઃ અમેરિકા અને ઇરાન વચ્ચે તંગદિલી વધી છે, અત્યારે બન્ને દેશ વચ્ચે યુદ્ધ થવાની ભીતિ સેવાઇ રહી છે. સાઉદીના 2 ઓઇલ ટેન્કરો પર UAEના તટ પર થયેલા હુમલા પછી બન્ને દેશો વચ્ચે તંગદિલી વધુ જોવા મળી રહ્યી છે. જોકે હુમલા સંદર્ભે ઇરાને સ્પષ્ટતા કરતાં જણાવ્યું કે, આમાં તેમની કોઇ ભૂમિકા નથી. દરમિયાન પશ્ચિમ એશિયામાં પોતાની સ્થિતિ મજબૂત કરવા અને ઇમરજન્સીની પરિસ્થિતીને પહોંચી વળવા અમેરિકાએ તૈયારીઓ શરૂ કરી દીધી છે.

   અમેરિકા અને ઇરાન વચ્ચે તંગદિલી વધતાની સાથે અમેરિકાએ ઇરાનમાં ફરજ બજાવતાં અમેરિકન અધિકારીઓને પરત બોલાવી લીધા છે. અમેરિકાના ન્યૂયોર્ક ટાઇમ્સે અમેરિકા અને ઇરાન વચ્ચે યુદ્ધ થવા અંગેનો અહેવાલ પ્રસિધ્ધ કર્યો હતો જોકે  અહેવાલને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફગાવી દીધો છે. રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, અમેરિકાના સુરક્ષા અધિકારી ઇરાન સાથે બાથ ભીડવા મધ્ય પૂર્વમાં લગભગ 1.20 લાખ સૈનિકોને મોકલવા અંગેનો વિચાર કરી રહ્યા છે.

(10:25 pm IST)