મુખ્ય સમાચાર
News of Wednesday, 15th May 2019

મુંબઈ હુમલાના માસ્ટર માઈન્ડ ગણાતા અબ્દુલ રહેમાન મકકીની પાકિસ્તાનમાં ધરપકડ કરાઈ

સરકારની ટીકા કરવા બદલ અને ધૃણાસ્પદ નિવેદન આપવા બદલ કાર્યવાહી

ઇસ્લામાબાદ :મુંબઈ હુમલાના માસ્ટર માઈન્ડ ગણાતા અબ્દુલ રહેમાન મક્કીની પાકિસ્તાનમાં ધરપકડ કરાઈ છે તે પાકિસ્તાનના આતંકવાદી સંગઠન જમાત ઉદ દાવાના આકા હાફિઝ સઈદનો નિકટનો સબંધી છે.પાકિસ્તાની ન્યૂઝ ચેનલના અહેવાલ મુજબ અબ્દુલ રહેમાન મક્કી જમાત ઉદ દાવાની ચેરિટી પાંખ ફલાહ-એ-ઈન્સાનિયતનો પ્રભારી છે.

   અબ્દુલ મક્કીની પાક સરકારની ટીકા કરવા બદલ અને ધૃણાસ્પદ નિવેદન આપવા બદલ ધરપકડ કરવામાં આવી છે.ફલાહ-એ-ઈન્સાનિયત પર તાજેતરમાં જ પંજાબ પ્રાંતની સરકાર પ્રતિબંધ લલગાવી ચુકી છે.જેના ભાગરુપે કરાયેલી કાર્યવાહીમાં આજે મક્કીની પણ ધરપકડ કરાઈ છે.

   મુંબઈ હુમલા પાછળ મક્કીનુ ભેજુ પણ હતુ.તેને આ હુમલા બાદ ભારત સરકારે મોસ્ટ વોન્ટેડ આતંકી જાહેર કર્યો હતો.અગાઉ તે ભારતના પીએમ નરેન્દ્ર મોદીને કાશ્મીરને આઝાદી અપાવવાના મુદ્દે ચેલેન્જ પણ આપી ચુક્યો છે.તેના પર ૨૦ લાખ ડોલરનુ ઈનામ જાહેર કરાયુ છ

    પાકિસ્તાને ફલાહ એ ઈન્સાનિયત સહિતની સંસ્થાઓ સામે કાર્યવાહી કરવાનો દેખાડો કર્યો છે.આ સંસ્થાઓની ૫૦૦ થી વધુ પ્રોપર્ટી અત્યાર સુધી ટાંચમાં લેવાનો દેખાડો પાકિસ્તાને કર્યો છે.

(9:07 pm IST)