મુખ્ય સમાચાર
News of Thursday, 16th May 2019

ચૂંટણી આયોગની મોટી કાર્યવાહી : કાલ રાતથી પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પ્રચાર ઉપર પ્રતિબંધ

હિંસા બાદ ચૂંટણી પંચ એક્શન મોડમાં :અનેક અધિકારીઓની બદલી :પ્રધાન સચિવને હટાવાયા :રેલી રોડ શો પર રોક લગાવાઈ

નવી દિલ્હી :પશ્ચિમ બંગાળમાં ગઈકાલે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઇ શાહના રોડ શો બાદ હિંસા ભભૂકી ઉઠતા ચૂંટણી પંચે મોટી કાર્યવાહી કરી છે  પશ્ચિમ બંગાળમાં કલ રાત 10 વાગ્યાથી ચૂંટણી પ્રચાર પર પ્રતિબંધ લગાવ્યો છે

  પર્યવેક્ષક અધિકારીઓના રિપોર્ટ બાદ ચૂંટણી પંચે અનેક મોટા અધિકારીઓની હકાલપટ્ટી કરી. પશ્ચિમ બંગાળના પ્રધાન સચિવને હટાવવામાં આવ્યાં. ચૂંટણી પંચે બંગાળમાં પ્રચારનો સમય ઘટાડ્યો છે  સાતમા તબક્કા માટે કોઈ પણ પ્રકારની રેલી, રોડ શો પર રોક લગાવવામાં આવી છે. આ આદેશ કાલે રાતે 10 વાગ્યા પછી લાગુ થશે. 

    પશ્ચિમ બંગાળમાં લોકસભા ચૂંટણી 2019 દરમિયાન હિંસાને જોતા ચૂંટણી પંચે આગામી 19મી મે સુધી ચૂંટણી પ્રચાર પર રોક લગાવી દીધી છે. ચૂંટણી પંચે પશ્ચિમ બંગાળની 9 લોકસભા બેઠકો પર તમામ રાજકીય પક્ષોના ચૂંટણી પ્રચાર પર રોક લગાવી છે. 19મી મેના રોજ થનારા સાતમા તબક્કાના મતદાન માટે તમામ પાર્ટીઓની રેલીઓ, જનસભાઓ અને રોડ શો પર પ્રતિબંધ મૂકાયો છે. 

મંગળવારે કોલકાતામાં ભાજપ અધ્યક્ષ અમિતભાઈ  શાહના રોડ શો દરમિયાન ટીએમસી કાર્યકરોએ પથ્થરબાજી અને આગચંપી કરી હતી. આ અગાઉ પણ પશ્ચિમ બંગાળમાં લોકસભા ચૂંટણી દરમિયાન ચૂંટણી હિંસા ચરમસીમાએ હતી. ચૂંટણી પંચના આદેશ મુજબ ગુરુવારે રાતે 10 વાગ્યા બાદથી કોઈ પણ રાજકીય પક્ષ પશ્ચિમ બંગાળમાં પ્રચાર કરી શકશે નહીં. 

    ચૂંટણી પંચે પશ્ચિમ બંગાળમાં પ્રચારનો સમય ઘટાડી દીધો છે. ચૂંટણી પ્રચાર 17 ફેબ્રુઆરીએ સમાપ્ત થશે. ચૂંટણી પંચે કહ્યું કે  કોલકાતામાં વિદ્યાસાગરની મૂર્તિ તૂટવાનું દુ:ખ છે. આશા છે કે હિંસામાં સામેલ લોકોની પ્રશાસન જલદી ધરપકડ કરીને કાર્યવાહી  કરશે. 

(12:00 am IST)