મુખ્ય સમાચાર
News of Thursday, 16th May 2019

યુ.એસ.માં ૨૧મે ૨૦૧૯ના રોજ ન્યુ હાઇડ પાર્ક GCP બોર્ડ ઓફ એજ્યુકેશનની ચૂંટણીઃ મિચેલ જે તુલી પાર્ક ખાતે યોજાનારી આ ચૂંટણીમાં ઇન્ડિયન અમેરિકન મહિલા ડો.સંગીતા નિશ્ચલને વિજયી બનાવોઃ સાઉથ એશિઅન અમેરિકન લીડર શ્રી દિલીપ ચૌહાણની અપીલ

ન્યુયોર્કઃ યુ.એસ.માં ૨૧મે ૨૦૧૯ના રોજ ન્યુ હાઇડ પાર્ક-ગાર્ડન સીટી પાર્ક સ્કૂલ બોર્ડ ઓફ એજ્યુકેશનની ચૂંટણી મિચેલ જે તુલી પાર્ક ખાતે યોજાવાની છે. જેમાં ઇન્ડિયન અમેરિકન મહિલા ડો.સંગીતા નિશ્ચલએ ઉમેદવારી નોંધાવી છે. જેઓને સાઉથ એશિઅન કોમ્યુનીટી લીડર શ્રી દિલીપ ચૌહાણએ સમર્થન ઘોષિત કર્યુ છે.

શ્રી ચૌહાણએ ડો.સંગીતા સાથેના પરિચપના કારણે તેઓને આદરણીય તથા કાર્યરત કોમ્યુનીટી લીડર ગણાવ્યા છે.

ડો.સંગીતાએ ઉપરોકત સમર્થનને આવકાર્યુ છે તથા તેઓ સ્ટુડન્ટસના માત્ર શૈક્ષણિક નહીં પરંતુ સર્વાગી વિકાસ માટે આતુર હોવાનું જણાવી કોઇપણ જાતના વધારાના ટેકસ બોજા વિના કોમ્યુનીટીના બાળકો શ્રેષ્ઠ શિક્ષણ મેળવી કારકિર્દી બનાવી શકે તેવા પ્રયત્નો કરવા માંગે છે તેમ જણાવ્યું છે.

ઉલ્લેખનીય છે કે ડો.સંગીતા નિશ્ચલ ફેનસ્ટેન ઇન્સ્ટીટયુટ ઓફ મેડીકલ રિસર્ચમાં વીઝીટીંગ સાયન્ટીસ્ટ છે. તથા સ્કૂલ વિઝન કમિટી, બિલ્ડીંગ લેવલ ટીમ, મલ્ટી કલ્ચરલ કમિટી, તથા ન્યુ હાઇડ પાર્ક ગાર્ડન સીટી પાર્કની સ્કૂલોમાં વોલન્ટીઅર તરીકે સેવાઓ આપે છે.

તેઓને મત આપી વિજયી બનાવવા શ્રી દિલીપ ચૌહાણએ તમામ સાઉથ એશિઅન કોમ્યુનીટી પ્રજાજનો અનુરોધ કર્યો છે. તેવું શ્રી દિલીપ ચૌહાણની યાદી જણાવે છે.

(8:37 pm IST)