દારૂના નશામાં ફેરા લેવા મંડપમાં પહોંચ્યો પ્રેમી :પ્રેમિકાએ લગ્ન કરવા કર્યો ઇન્કાર :પ્રેમીને મંડપમાંથી પાછો મોકલ્યો
હવે બંનેના પરિવારજનો પણ માની ગયા અને પ્રેમીજોડાના લગ્ન મંદિરમાં કરાવશે
ઝારખંડમાં એક લગ્નના મંડપથી આશ્ચર્યચકિત કરી દે તેવી ઘટના સામે આવી છે.કન્યાએ જાન લઈને આવેલા તેના પ્રેમીને મંડપથી પાછો મોકલી દીધો. કારણ કે તે દારૂ પીને મંડપમાં પહોંચ્યો હતો. દારૂની ગંધ આવતા જ છોકરીએ લગ્ન કરવાની ના પાડી દીધી. કહેવામાં આવી રહ્યું છે કે છોકરી અને છોકરો ઘણા વર્ષોથી એકબીજાને પ્રેમ કરતા હતા. ઘટના હન્ટરગંજ બ્લોકના ચકલા પંચાયતની હોવાનું જણાવાઈ રહ્યું છે
સ્થાનિક માહિતી મુજબ વશિષ્ઠ નગર પોલીસ સ્ટેશન વિસ્તારના તેતરીયા ગામના નિવાસી ગોલા ભારતીની પુત્રી અનિતા કુમારી અને હંટરગંજ પોલીસ સ્ટેશન વિસ્તારના ચકલા પંચાયતના વિશનપુર ગામના નિવાસી નગિન ભારતીના પુત્ર શિવ કુમાર ભારતી વચ્ચે પ્રેમ સંબંધો ચાલી રહ્યા હતા. બંને તેમની ઈચ્છાથી લગ્ન કરવા માંગતા હતા. પરંતુ તે બંનેના પરિવાર તૈયાર ન હતા. પરંતુ પાછળથી છોકરો અને છોકરી બંનેના પરિવાર તૈયાર થઈ ગયા. આ પછી, બંનેના લગ્નની તારીખ નક્કી થઇ હતી. તેમના પરિવાર જનોએ નક્કી કર્યું કે લગ્ન મંદિરમાં થશે.