મુખ્ય સમાચાર
News of Thursday, 16th May 2019

ઓપરેશન બાદ કોમામાં સરી પડેલી ભારતીય મૂળની યુવતી ભવાનીને દેશનિકાલ કરવાની બ્રિટન સરકારની પેરવી : ઇમિગ્રેશન ડિપાર્ટમેન્ટના જડ નિયમ વિરુધ્ધ ફિયાન્સની અપીલ

લંડન :  ઓપરેશન બાદ કોમામાં સરી પડેલી  ભારતીય મૂળની યુવતી ભવાનીને બ્રિટનના ઇમિગ્રેશન ડિપાર્ટમેન્ટએ દેશનિકાલની ધમકી આપી હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.  પાચન તંત્ર સંબંધિત બીમારી સામે લડી રહેલી ભારતીય મહિલાને બ્રિટનના ઇમિગ્રેશન વિભાગના અધિકારીઓએ બળજબરીપૂર્વક ભારત મોકલવાની ધમકી આપી છે.ઓપરેશન બાદ તે દોઢ અઠવાડિયાથી કોમામાં છે. 31 વર્ષીય ભવાની એસ્પાથીએ રજાઓ વધારવા માટે આવેદન કર્યુ હતું, જેનો અસ્વીકાર કરી દેવામાં આવ્યો છે. તેથી  તેને ગમે તે સમયે બળજબરીથી બહાર મોકલી શકાય છે.  ઇમિગ્રેશન ડિપાર્ટમેન્ટના જડ નિયમ વિરુધ્ધ ફિયાન્સએ  અપીલ કરી ડોક્ટરનું સર્ટિફિકેટ બતાવ્યું છે.જે મુજબ હાલના સંજોગોમાં તેની ફેરબદલી મોતને નોતરવા સમાન નીવડી શકે છે.જે ઇલાજ અહીં થઇ રહ્યો છે, તે ભારતમાં ઉપલબ્ધ નથી.તેમછતાં ઇમિગ્રેશન ઓફિસરોનું કહેવું છે કે, ઇલાજના કારણે ભવાનીને બ્રિટનમાં રહેવાનો અધિકાર નથી મળી જતો.

ભવાની 2010માં અભ્યાસ માટે બ્રિટન ગઇ હતી. અહીં તેણે કલા ક્ષેત્રમાં કામ શરૂ કર્યુ. આ દરમિયાન તેને દુર્લભ (પાચન તંત્ર સંબંધિત) બીમારી ક્રોન્સ થઇ. તેની મદદ માટે એક ઓનલાઇન અભિયાન પણ ચલાવવામાં આવ્યું હતું. 

(6:19 pm IST)