મુખ્ય સમાચાર
News of Wednesday, 15th May 2019

CBSE ધો. 10ની પરીક્ષામાં પ્રશ્નો ઘટાડવામાં આવશે

નવી દિલ્હી: કેન્દ્રિય માધ્યમિક પરીક્ષા બોર્ડ ધો.10ના પરીક્ષા માળખામાં ફેરફાર કરવા વિચારણા કરી રહ્યું છે. વિદ્યાર્થીઓમાં રચનાત્મક લેખન પ્રવૃત્તિનો વધારો થાય એ હેતુસર વિચાર ચાલી રહ્યો છે. જે અંતર્ગત ધોરણ 10 બોર્ડની પરીક્ષામાં હેતુલક્ષી પ્રશ્નોની સંખ્યા ઘટાડવા પર વિચાર થઇ શકે છે. સીબીએસઇના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, આ ફેરફાર પરીક્ષા પહેલા સમીક્ષા કરી કરાશે. ફેરફાર કરવાનું નિયત થતાં આ અંગે નમૂના પ્રશ્નપત્રો બહાર પાડવામાં આવશે કે જેથી વિદ્યાર્થીઓ બદલાયેલ માળખાથી પરિચીત થાય અને એનો અભ્યાસ કરી શકે.

રચનાત્મક લેખન પર ભાર

બોર્ડના વિશેષજ્ઞ પ્રશ્નો ઓછા કરવા અને પ્રત્યેક પ્રશ્નના માર્ક વધારવા તથા વિદ્યાર્થીઓમાં રચનાત્મક લેખન વધે એ દિશામાં ભાર મુકવા જઇ રહ્યા છે. અધિકારીએ કહ્યું કે, આખા પ્રશ્નપત્રમાં ફેરફાર નહીં થાય. પરંતુ મામૂલી ફેરફાર કરાશે અને વિદ્યાર્થીઓે આ અંગે ચિંતા કરવાની કે ગભરાવાની જરૂર નથી. બોર્ડ એક એક માર્કવાળા પ્રશ્નોના હાલના સ્વરૂપમાં વિવિધતા લાવવા અંગે પણ વિચાર કરી રહ્યું છે.

(5:47 pm IST)