મુખ્ય સમાચાર
News of Wednesday, 15th May 2019

૧ જુનથી હેલ્મેટ વિના પેટ્રોલ મળશે નહિઃ આકરા પગલા

નવી દિલ્હી : રોડ અકસ્માત પર લગામ કસવાના હેતુથી ઉત્ત્।ર પ્રદેશના નોઇડા તથા ગ્રેટર નોઇડા વહિવટીતંત્રએ ટ્રાફિકના નિયમોમાં કડકાઇ કરી છે. સ્થાનિક વહિવટી તંત્રએ હેલમેટ વિનાના દ્વિચક્રી વાહનોને પેટ્રોલ પંપ પરથી પેટ્રોલ આપવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. આ નિયમ ૧ જૂનથી લાગૂ થશે. નવા નિયમ અનુસાર જિલ્લાધિકારીએ બધા પેટ્રોલ પંપ સંચાલકો અને સંબંધિત વિભાગને નોટિફિકેશન જાહેર કરી દીધું છે. નવો નિયમ લાગૂ થતાં પહેલાં ૫ દિવસ જાગૃતતા અભિયાન ચલાવવામાં આવશે.

(3:46 pm IST)