મુખ્ય સમાચાર
News of Wednesday, 15th May 2019

ચીનનો વિરોધ કરવો એ પાકિસ્તાનમાં મોટો અપરાધ : આર્થિક કોરીડોરનો આંતરિક વિરોધ શરૂ : લોકોના અવાજને દબાવી દેવાય છે

સ્થાનિક સ્તર ઉપર વિરોધ કરનારને 'આતંકી' જાહેર કરી દેવામાં આવે છેઃ લોક અવાજ સામે ખતરો

વોશિંગ્ટન : ચીનની મદદથી પાકિસ્તાનમાં બની રહેલા આર્થિક કોરિડોરનો વિરોધ હવે પાકના લોકો પણ કરી રહ્યાં છે. જો કે, પાકિસ્તાનના લોકો અને મીડિયા અબજો ડોલરના ખર્ચે બની રહેલા ચીન-પાક આર્થિક કોરિડોર (CPEC) વિરુદ્ઘ બોલવાથી ડરી રહ્યાં છે. ઓબામાં પ્રશાસનના એક પૂર્વ અધિકારીએ અમેરિકન સાંસદોને જણાવ્યું કે પાકિસ્તાનમાં જે લોકો કોરીડોરની આલોચના કરે છે તેમના અવાજને દબાવી દેવામાં આવી રહ્યો છે. આવા લોકોને રાષ્ટ્રવિરોધી કહેવાની સાથે આતંકવાદી પણ સાબિત કરવાના પ્રયત્નો થઈ રહ્યાં છે.

પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં ગ્વાદર પોર્ટને ચીનના શિનજિયાંગ વિસ્તાર સાથે જોડતા ૬૦ અબજ ડોલરના ખર્ચે સીપીઈસી, બેલ્ટ એન્ડ રોડ ઈનિશિયેટિવ (ગ્ય્ત્)ની મહત્વની પરિયોજના છે. ચીનના રાષ્ટ્રપતિએ ૨૦૧૩જ્રાક્નત્ન બીઆરઆઈની શરુઆત કરી હતી. બીઆરઆઈ પ્રોજેકટ પાછળ ચીનનું લક્ષ્ય દક્ષિણપૂર્વ એશિયા, મધ્ય એશિયા, ગલ્ફ ક્ષેત્ર, આફ્રિકા અને યુરોપ સાથે જમીન અને સમુદ્રી માર્ગોનું નેટવર્ટ ઉભું કરવાનું છે.

જોન્સ હોપકિન્સ યુનિવર્સિટી સ્કૂલ ફોર એડવાન્સ ઇન્ટરનેશનલ સ્ટડીઝના શમીલા ચૌધરીએ ગત સપ્તાહે સંસદીય સમિતિને જણાવ્યું હતું કે સ્થાનિક સ્તર પર જે લોકો સીપીઈસીની ટીકા કરે છે તેમને દ્યણી વખત આતંકવાદી કહેવામાં આવે છે. ઓબામા વહીવટમાં સેવા આપી ચૂકેલા શમીલા ચૌધરીએ કહ્યું કે, પાકિસ્તાની મીડિયામાં તમને આવા કોઈ લેખને ભાગ્યે જ જોવા મળશે કે જેમાં સીપીઇસી ટીકા કરવામાં આવી હોય.

તેમણે વધુમાં જણાવેલ કે આ એક વાસ્તવિક ખતરો ગણાવતા કહ્યું આ લોકો સામે આતંકવાદ વિરોધી કાયદાનો ઉપયોગ થઈ શકે છે. આને નાગરિક સમાજ અને લોકશાહી સંસ્કૃતિને પહેલાં જ ગંભીર નુકસાન પહોંચાડ્યું છે.

ચીનના વિકાસ મોડેલને લગતા સાંસદોના પ્રશ્નોના જવાબમાં, ચૌધરીએ જણાવ્યું હતું કે યુનાઇટેડ સ્ટેટ્સના નરમ વલણની એકદમ વિરુદ્ઘ ચીનનું વિકાસ મોડલ લોકો વચ્ચેના આંતરીક સંબંધોને પ્રોત્સાહન આપતું નથી. તેમણે કહ્યું કે ચીન પાકિસ્તાનમાં પૈસા કમાવવા માટે છે. તેમણે આગળ કહ્યું, તેઓ (ચાઇનીઝ) એન્કલેવ્ઝમાં રહે છે અને લોકો તેને ચીની વસાહત પણ કહે છે. આ લોકો ફકત પોતાના રેસ્ટોરન્ટ્સમાં જ ભોજન લે છે. આ તમામ બાબતો ચીનના કોઈ પણ દેશ સાથે સહકારના સંદર્ભમાં યોગ્ય નથી. સ્થાનિક લોકો આ અંગે ઘણા ચિંતિત છે.

ચૌધરીએ સાંસદોને જણાવ્યું કે પાકિસ્તાનને આપવામાં આવતી ચીની નાણાકીય સહાય ગુપ્ત રાખવામાં આવી રહી છે અને હવે પાકિસ્તાને આ માહિતીને ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (આઇએમએફ) સાથે વહેંચી છે જેથી તે વર્તમાન નાણાકીય કટોકટીમાંથી બહાર આવી શકે. તેમણે જણાવ્યું હતું કે, ડીલ (આઇએમએફ સાથે) લગભગ પૂર્ણ છે અને હું માનું છું કે માહિતી ખરેખર શેર કરવામાં આવી રહી છે.

તેમણે અંતમાં કહ્યું કે, સીપીઈસી પરિયોજના ભારત-પાકિસ્તાન વચ્ચેના સંબંધો ખરાબ કરીને અમેરિકાના ક્ષેત્રીય હિતોને નુકસાન રૂપ છે. ચીનની સર્વેલન્સની જોગવાઈ, ડેટા કલેકશનની ક્ષમતા અને પાકિસ્તાન સેનાને નવો સામાન આપવાથી એવુ લાગી રહ્યું છે કે, સુરક્ષા સ્થિતિ સુધરી શકે છે, પરંતુ આ પ્રકારની વસ્તુઓ ગોપનીયતાનું ઉલ્લંઘન, માહિતીનો દુરુપયોગ અને ડેટાનો ખોટા ઉપયોગના ખતરાને પણ પ્રોત્સાહન આપે છે.

ચૌધરીએ કહ્યું કે, સેના પહેલાથી ઘણી શકિતશાળી થઈ છે, અને તેનું કારણ છે ચીન. પાકિસ્તાનમાં ચીનનો પ્રભાવ ખૂબજ જડપથી વધી રહ્યો છે અને ચીન તેમના હિસાબે નિયમોમાં ફેરફાર કરી રહ્યું છે. જેમ કે, પાકિસ્તાને ચીન પાસે લોન કઈ શરતોને આધીન લીધી તે જાહેર જનતાને નથી બતાવ્યું.

(3:38 pm IST)