મુખ્ય સમાચાર
News of Wednesday, 15th May 2019

મોદીને સિહાસનથી દૂર રાખવા સોનિયા મેદાનમાં : વિપક્ષી નેતાઓને કર્યા ફોન

નવી દિલ્હી : ૭મા તબક્કાની ચૂંટણી પહેલા યુપીએ અધ્યક્ષ સોનિયા ગાંધી વિપક્ષોને એક કરવા મેદાનમાં ઉતર્યા : તેમણે વિપક્ષોના મુખ્ય નેતાઓને ફોન કરીને કહ્યું છે કે શું તમે રર, ર૩ અને ર૪મીએ દિલ્હીમાં રહેશો ? આનો મતલબ સ્પષ્ટ છે કે પરિણામો પહેલા જ સોનિયા વિપક્ષોની બેઠક માટે ખુદ પોતાના ખભ્ભા પર જવાબદારી લેતા કવાયત શરૂ કરી છે તેઓ એવો સંદેશ આપવા ઇચ્છે કે ભલે આપણે બધા ચૂંટણી પહેલા એક થઇ ન શકયા પણ ચૂંટણી પછી તો એક થઇ શકીએ તેમ છીએ બધા મોદી વિરૂદ્ધ લડયા અને બધાએ ફરી એકતા દર્શાવવી જોઇએ

(3:22 pm IST)