મુખ્ય સમાચાર
News of Wednesday, 15th May 2019

પંજાબમાં પીએમ મોદીની રેલી નજીક વિદ્યાર્થીઓએ વેચ્યા 'મોદી પકોડા ' : અનોખો વિરોધ : 12 છાત્રાઓની અટકાયત

કાળા રંગના પોતાના લૉ કોલેજના યૂનિફોર્મમાં પ્રદર્શન કરાયું

ચંદીગઢઃ વડાપ્રધાન મોદીની રેલી નજીક વિદ્યાર્થીઓએ અનોખો વિરોધ કર્યો હતો વિદ્યાર્થીઓ કાળા રંગનાલૉ કોલેજના યૂનિફોર્મમાં પ્રદર્શન કરી રહ્યા હતા અને 'મોદી પકોડા' વેચી રહ્યા હતા. જે બાદ 12 વિદ્યાર્થીઓની અટકાયત કરાઈ હતી જોકે રેલી ખતમ થયા બાદ આ બધા જ વિદ્યાર્થીઓને છોડી મૂકવામાં આવ્યા હતા.

   અત્રે પાછલા વર્ષે જાન્યુઆરીમાં પીએમ મોદીએ એક ઈન્ટર્વ્યૂમાં કહ્યું હતું કે લોકો પકોડા વેચીને એક દિવસમાં 200 રૂપિયા કમાઈ રહ્યા છે તેને રોજગારી માની શકાય છે, રેલી સ્થળની બાજુમાં પ્રદર્શનકારિઓએ કહ્યું કે, "અમે પકોડા યોજના અંતર્ગત નવું રોજગાર આપવા માટે પીએમ મોદીનું સ્વાગત કરવા આવ્યા છીએ. અમે પીએમ મોદીની રેલીમાં પકોડા વેચવા માંગીએ છીએ જેનાથી જાણી શકીએ કે ભણેલા-ગણેલા યુવાનો માટે પકોડા વેચવા કેટલું મહાન છે."

  આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં જોઈ શકાય છે કે વિદ્યાર્થી પકોડા વેચી રહ્યા છે. વિદ્યાર્થીઓદ્વાા એન્જીનિયર્સના પકોડા અને બીએ-એલએલબી પકોડા વેચવામાં આવ્યા. ઉલ્લેખનીય છે કે પીએમ મોદીના પકોડાવાળા નિવેદનની વિપક્ષે ભારે નિંદા કરી હતી અને તેમના આ નિવેદનને સોશિયલ મીડિયા પર પણ ટ્રોલ કરવામાં આવ્યું હતું.

(11:56 am IST)