મુખ્ય સમાચાર
News of Wednesday, 15th May 2019

અમે ગુજરાતમાં નાગોને દૂધ પીવડાવ્યું,તેમને અમને કરડવાનું કામ કર્યું :હાર્દિક પટેલના ભાજપ પર પ્રહાર

જે પાર્ટી ભગવાન રામની નથી થઇ તે દેશની જનતાની કઈ રીતે થઇ શકે છે.?

નવી દિલ્હી :લોકસભા ચૂંટણીના સાતમા તબક્કાનું મતદાન બાકી છે. ભાજપથી લઈને કોંગ્રેસ, સપા, બસપા ગઠબંધનના દિગ્ગજ નેતાઓ મતદારોને પોતાની તરફ ખેંચવાનો પ્રયાસ કરી રહ્યા છે. ગુજરાતના પાટીદાર નેતા હાર્દિક પટેલે જન અધિકાર પાર્ટી ઉમેદવાર શિવકન્યાના સમર્થનમાં ચંદોલી જિલ્લામાં એક જનસભાને સંબોધન કર્યું હતું જેમાં ભાજપ પર જોરદાર પ્રહાર કર્યા હતા.

  કોંગ્રેસના સ્ટાર પ્રચારક હાર્દિક પટેલે ચંદોલીમાં જનસભાને સંબોધન કરતા ભાજપની મોદી સરકારને દરેક મોરચે નિષ્ફળ સરકાર ગણાવી છે.હાર્દિક પટેલે ભાજપની તુલના સાપ સાથે કરતા કહ્યું કે અમે ગુજરાતમાં નાગપંચમીને દિવસે નાગોને દૂધ પીવડાવ્યું, પરંતુ તેમને અમને જ કરડવાનું કામ કર્યું હતું

 હાર્દિક પટેલ કહ્યું હતું કે . ગુજરાતમાં આરક્ષણ હક માંગવા પર ઓબીસી લોકો પર ગોળીઓ ચલાવવામાં આવી, જેમાં 17 લોકોનો જીવ ગયો. કેન્દ્ર અને ઉત્તરપ્રદેશ સરકાર પર પ્રહાર કરતા તેમને કહ્યું કે કેન્દ્રમાં 22 લાખ અને ઉત્તરપ્રદેશમાં દોઢ લાખ સરકારી પદો ખાલી પડ્યા છે, તેને હજુ સુધી ભરવામાં નથી આવ્યા. જે પાર્ટી ભગવાન રામની નથી થઇ તે દેશની જનતાની કઈ રીતે થઇ શકે છે.

(11:42 am IST)