મુખ્ય સમાચાર
News of Wednesday, 15th May 2019

જૅટ એરવેઝને એક જ દિવસમાં બીજો ઝટકો: સીએફઓ બાદ સીઈઓ વિનોદ દુબેએ આપ્યું રાજીનામુ : શેર 13 ટકા તૂટ્યો

જૅટ એરવેઝ ઉપર ઘેરાયેલા સંકટના વાદળો વધુ ઘેરાઈ ગયા

નવી દિલ્હી :જેટ એરવેઝ ઉપર ઘેરાયેલા સંકટના વાદળો વધુ ઘેરાઈ રહ્યા છે.આજે જેટના ચીફ ફાઇનાન્સિયલ ઓફિસર (સીએફઓ) અને ડેપ્યુટી સીઈઓ અમિત અગ્રવાલ દ્વારા રાજીનામુ અપાયું હતું બાદમાં કંપનીના સીઈઓ વિનય દુબે દ્વારા રાજીનામુ આપી દેવાયુ છે બંને તાત્કાલિક અસરથી અમલમાં આવે તે રીતે તમને રાજીનામાઓ કંપનીને સોંપ્યા છે બન્નેએ રાજીનામાં પાછળના કારણ અંગત દર્શાવ્યા છે

  જેટ એરવેઝનો શેર મંગળવારે 13% તૂટ્યો હતોમાધ્યમોમાં સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા (એસબીઆઈ)ના નેતૃત્વવાળા લેન્ડર્સ હવે જેટમાં રોકાણ કરવા માટે નવા રોકાણકારો શોધી રહ્યા છે, તેવા અહેવાલો પ્રસિદ્ધ થતા જ જેટના શેરના ભાવો ગગડવા લાગ્યા હતા એહતિયાદ એરવેઝે હવે જેટમાં રોકાણ કરવાનો વિચાર બંધ કર્યો છે. ગત સપ્તાહે થયેલી બીડમાં એહતિયાદને જેટ એરવેઝમાં 24 ટકા સ્ટેક લેવામાં નિમંત્રણ અપાયું હતું જે દર્શાવે છે કે હવે લેન્ડર્સ એવા કોઈ રોકાણકારોની શોધમાં છે જે મોટું રોકાણ કરીને જેટ એરવેઝને ફરી આકાશમાં ઉડાવી શકે

    અત્રે ઉલ્લેખનીય છે કે, એક સમયે દેશની સૌથી મોટી ખાનગી વિમાન કંપનીએ એપ્રિલમાં તેની સેવાઓ બંધ કરી દીધી હતી. કંપની ઉપર 10,000 કરોડથી વધારેનું દેવું છે. આ પરિસ્થિતિમાં કંપની લિકવીડિટી ક્રાઈસિસ માં હતી અને તેના કારણે કંપનીના હજારો કર્મચારીઓનું ભવિષ્ય અંધારામાં છે

(12:00 am IST)