મુખ્ય સમાચાર
News of Wednesday, 15th May 2019

વિડિઓ : કોલકાતામાં અમિતભાઇ શાહના રોડ શોમાં હુમલો :ટીએમસીના સમર્થકોની 'ગુંડાગીરી :વાહનોમાં આગચંપી :ભારે પથ્થરમારો ;લાઠીચાર્જ

અમિતભાઇ શાહના રોડ શો પહેલા પોલીસે પોસ્ટર અને બેનરો ફાડ્યા ;ભરેલો અગ્નિ જેવી સ્થિતિ

ફોટો કોલકાતામાં આજે ભાજપના રાષ્ટ્રીય અધ્ય્ક્ષ અમિતભાઇ શાહના રોડ શોમાં હુમલો થયો છે ટીએમસીના કાર્યકરોએ હબાળો મચાવ્યો હતો

  ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહે પાર્ટીના ઉમેદવારોના સમર્થનમાં કોલકાતામાં રોડ શો કર્ય હતો રોડ શો  દરમિયાન ટીએમસીના સમર્થકોએ હોબાળો મચાવી દીધો. એબીવીપી અને ટીએમસી વિદ્યાર્થી પરિષદ વચ્ચે મારામારી અને પથ્થરબાજી થઈ. ત્યારબાદ પોલીસે લાઠીચાર્જ  કર્યો.હતો  

   અમિતભાઇ શાહની રેલી પહેલા રાજ્ય પોલીસ સભાની અનુમતીના કાગળો તપાસવા પોલીસ પહોંચી હતી. જરૂરી કાગળો ન હોવાનું કહી પોલીસે મંચ તોડવાના આદેશ આપ્યા હતા. એટલું જ નહીં ભાજપના કાર્યકરોએ આરોપ લગાવ્યો કે રેલી દરમિયાન અમિતભાઈ  શાહનું સ્વાગત કરવા માટે લગાવવામાં આવેલા પીએમ મોદીના હોર્ડિંગ, બેનર અને પોસ્ટર પણ પોલીસે હટાવ્યા હતા.

(12:00 am IST)