મુખ્ય સમાચાર
News of Wednesday, 15th May 2019

ચંદા કોચરની ૯ કલાક સુધી ઇડી દ્વારા કડક પુછપરછ થઇ

ફરી એકવાર પુછપરછ થાય તેવી શક્યતા : બેંક છેતરપિંડી અને મની લોન્ડરિંગ કેસ બદલ પુછપરછ

નવી દિલ્હી, તા. ૧૪ : એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા આઈસીઆઈસીઆઈ બેંકના પૂર્વ સીઈઓ ચંદાકોચર અને તેમના પતિ દિપક કોચરની નવ કલાકથી પણ વધુ સમય સુધી આકરી પુછપરછ કરી છે. બેંક છેતરપિંડીમાં ચાલી રહેલી તેની તપાસના સંદર્ભમાં આ બંનેની પુછપરછ કરવામાં આવી હતી. બેંક છેતરપિંડી અને મની લોન્ડરિંગ સાથે સંબંધિત કેસના સંદર્ભમાં આ તપાસ કરવામાં આવી હતી. ઇડીમાં રહેલા સુત્રોએ માહિતી આપતા કહ્યું છે કે, નવ કલાક સુધી પુછપરછ કરવામાં આવ્યા બાદ ચંદા કોચરની ફરી એકવાર પુછપરછ કરવામાં આવી શકે છે. ઇડીમાં રહેલા સુત્રોએ એમ પણ કહ્યું છે કે, બંને દ્વારા આપવામાં આવેલા જવાબોને લઇને ઇડીના અધિકારીઓ સંતુષ્ટ દેખાયા નથી. ચંદાકોચર અનએ દિપક કોચર તેમને આપવામાં આવેલી સૂચના મુજબ જ સોમવારના દિવસે ઇડી સમક્ષ ઉપસ્થિત થઇ ગયા હતા. ત્યારબાદ તેમની પુછપરછનો સિલસિલો શરૂ થયો હતો. લાંબા સમય સુધી તેમની પુછપરછ ચાલી હતી. પુછપરછ દરમિયાન મુખ્યરીતે લોનના સંદર્ભમાં પ્રશ્નો કરવામાં આવ્યા હતા. દિપક કોચરની કંપનીનું પાવર રિન્યુએબલને આપવામાં આવેલી લોનને લગતા પ્રશ્નો કરવામાં આવ્યા હતા. પુછપરછની શરૂઆત પહેલા આ દંપત્તિએ પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, તેઓ તપાસમાં સહકાર કરી રહ્યા છે.

તપાસને આગળ લઇ જઇ શકાય તે દિશામાં પહેલ કરી રહ્યા છે. મની લોન્ડરિંગ એકટના સંદર્ભમાં પુછપરછનો સિલસિલો ચાલી રહ્યો છે. ચંદાકોચરને આ મહિનાની શરૂઆતમાં પણ ઉપસ્થિત થવા કહેવામાં આવ્યું હતું પરંતુ વધારે સમયની માંગણી કરવામાં આવી હતી. ઇડી દ્વારા ચંદા કોચર, દિપક કોચર અને અન્યો સામે આ વર્ષની શરૂઆતમાં કેસ દાખલ કરીને ઉંડી તપાસ હાથ ધરી હતી.

(12:00 am IST)